Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

યુનિવર્સિટી રોડ ઉમા પાર્કના મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : પત્તા ટીંચતા ૬ ઝડપાયા

વિરમ, જીવણ, પારસભારથી, મુન્નો, કાનો અને ઉમેશની ધરપકડ

રાજકોટ તા. ૧૨ : યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોક પાસે ઉમા પાર્કમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ૬ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જે.કે.ચોક પાસે ઉમા પાર્કમાં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ તથા હરદેવસિંહ જાડેજાને બાતમી મળતા ઉમા પાર્ક શેરી નં. ૪૪માં આવેલ મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલીક વિરમ સવાભાઇ ઝાપડા તથા એસ.કે.ચોક ગાયત્રી ડેરીની સામે રહેતા ઉમેશ રવિદાનભાઇ લાંગાવદ્રા, રૈયા ગામના કાના દેવાભાઇ પરમાર, રૈયાધાર રાણીમા રૃડીમા ચોક પાસે રહેતો મુન્નો મેહુલભાઇ ઝાપડા, ગાંધીગ્રામ ગૌતમનગર શેરી નં. ૭ના પારસભારથી પ્રવિણભારથી ગોસાઇ અને કણકોટ રામનગર શેરી નં. ૩૩ના જીવણ થોભણભાઇ ટારીયાને પકડી લઇ રૃા. ૨૮૧૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.આઇ. વાય.બી.જાડેજા તથા જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ, હરદેવસિંહ જાડેજા, હેડ કોન્સ. હરેશગીરી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી

(3:37 pm IST)