Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ભગવતીપરામાં પરિચીત શખ્સે દગાખોરી કરતાં સીમાબેન બ્લોચે ફિનાઇલ પીધું

ત્યકતાને સહારો આપવાના બહાને દાગીના અને વાહન લઇ ગયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૨: ભગવતીપરા શૈફી પાર્કમાં રહેતાં સીમાબેન રજીઅનવર શેખ (ઉ.૪૧) નામના મહિલાએ રાતે દસેક વાગ્યે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

સીમાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણીએ અગાઉ પતિ મુસ્તાકભાઇ બ્લોચ સાથે છુટાછેડા લઇ લીધા છે. તેણીના દિકરા અઝીમે કહ્યું હતું કે અગાઉ મારા મમ્મીને પરિચીત તાહીર નામના શખ્સે પરિચય કેળવી પોતે છોકરા પરિવારનું ધ્યાન રાખશે તેવી લાલચ આપી હતી. એ પછી તે ઘરમાંથી છુટક છુટક દાગીના લઇ ગયો હતો અને અમારું એકટીવા પણ વેંચવાનં હોઇ તે લઇ ગયા બાદ પૈસા ન આપી અને વાહન પણ પાછુ ન આપી દગાખોરી કરી હોઇ મારા મમ્મીને માઠુ લાગી જતાં તેણીએ ફિનાઇલ પી લીધી હતી. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(3:35 pm IST)