Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ક્રિસ્ટલ મોલ પાછળ જયોતિનગર ચોકમાં SBI બેંકના એટીએમ તોડવાનો પ્રયાસ

તસ્કર એ.ટી.એમ. મશીન તોડવાનો પ્રયાસ કરતો સીસીટીવી કુટેજમાં દેખાયોઃ યુનિવર્સિટી પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૧ર : કાલાવડ રોડ ક્રિસ્ટમોલ વાળી શેરીમાં જયોતીનગર ચોક પાસે આવેલા એસ.બી.આઇ.બેંકના એ.ટી.એમ. તોડવાનો પ્રયાસ કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક મેઇન રોડ શીલ્પન નોવા એપાર્ટમેન્ટ બી-ર/૪૦ર માં રહેતા મેહુલભાઇ મનહરલાલભાઇ રાચ્છ (ઉ.૩૭) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ પોતે ક્રિષ્ટલ મોલ વાળી શેરીમાં જયોતીનગર ચોક પાસે આવેલ એસ.બી.આઇ.રાણી ટાવર બ્રાંચમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ બેંકની પ્રેમાઇસીસમાં એસ.બી.આઇ. બેંકનું ઇ-કોર્નર આવેલ છે.

જેમાં એક એ.ટી.એમ. આવેલ છે. જેમાં કુલ ત્રણ મશિન આવેલા છે આ એ.ટી.એમનું સંચાલન પ્રાઇવેટ એજન્સી સી.એમ.એસ.કંપની કરે છ.ે તેમજ એસ.બી.આઇ. બેંકની સીકયુરીટીની દેખરેખ એ.એન.જી.ઇન્સર્વેલન્સ કંપની કરે છે.

રાત્રે પોતે પોતાના ઘરે સુતા હતા ત્યારે પોતાના મોબાઇલમાં એક કોલ આવેલ અને એ.એન.જી.ઇન્સર્વેલન્સ કંપનીમાંથી બોલું છું હોવાનું કહી જણાવેલ કે 'તમારી બેંકના પ્રીમાઇસીસમાં આવેલ એ.ટી.એમમાં કોઇ અજાણી વ્યકિતી તોડવાનો પ્રયાસ  કરતો હતો અને અહીંથી અમારા માણસો દ્વારા સ્પીકરમાંં અવાજ કરતાતે શખ્સ ત્યાંથી ભાગી ગયો છે' તેમ વાત કરતા પોતે તુરતજ ઘરેથી નીકળ્યા ત્યાં હૈદ્રાબાદ ખાતેથી એસ.બી.આઇ.એ.ટી.એમના સીસી ટીવી મોનીટરીંગ કરતા સંતોષકુમારનો ફોન આવ્યો હતો. તેણ જણાવ્યું હતું કે કોઇ શખ્સે એ.ટી.એમ. તોડવાનો પ્રયાસ કર્યો છે. અમે રાજકોટ પોલીસ કંટ્રોલમાં જાણ કરી છે તેમ જણાવ્યું હતું બાદ પોતે બેંકે ગયા બાદ એ.ટી.એમ.માં અંદર જોતા એક એ.ટી.એમ. મશીનમાં નીચેના ભાગે આવેલ લોક ઉપર આવેલ લોખંડનો દરવાજોનો કી લોક તુટેલો હતો. અને દરવાજા અડધો ખુલ્લો જોવા મળ્યો હતો. અને અંદરના ભાગે કોડથી ઓપરેટ થતો લોક સહી સલામત સ્થિતીમાં હતો. અને મશીનમાંથી કોઇ વસ્તુની ચોરી થઇ ન હતી. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. અને એટીએમના સીસીટીવી કુટેજ જોતા તેમાં એક શખ્સ એ.ટી.એમ.મશીન તોડવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો.

આ અંગે હેડ કોન્સ વીજયભાઇ બાલસે બેંકના મેનેજર મેહુલભાઇ રાચ્છની ફરીયાદ દાખલ કરી પી.એસ.આઇ.એચ.પી. રવૈયાએ તપાસ આદરી છ.ે

(3:34 pm IST)