Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

કાલે રાજકોટમાં સવારે મુખ્‍યમંત્રી-ગૃહમંત્રીની હાજરીમાં ભવ્‍ય તિરંગા યાત્રા

કલેકટર-કોર્પોરેશન-જીલ્લા પંચાયત-પોલીસ તંત્રનું સંયુકત આયોજનઃ બહુમાળી ચોકથી રાષ્‍ટ્રીય શાળા સુધી ર કિ.મી.નો ભવ્‍ય દેશભકતનો શો : સ્‍થળ ઉપર ૩૦ હજાર તિરંગા અપાશેઃ યાત્રા પહેલા ૧ કલાકનો સાંસ્‍કૃતિક કાર્યક્રમઃ રાજકોટ-સૌરાષ્‍ટ્રના ૩૦૦ સ્‍વાતંત્ર્ય સેનાનીઓનો પરીવાર સમુહ ખાસ હાજર રહેશે :શહેરની તમામ સ્‍કુલ-કોલેજ-એનસીસી-એનએસએસ તમામ વેપારી એસો. ઔદ્યોગિક એસો.-એફપીએસ-ચેમ્‍બર ઓફ કોમર્સ-વકિલો-ડોકટરો- તમામ રાજય-કેન્‍દ્ર સરકારની કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ-સંસ્‍થા-પ્રજા સહિત કુલ ૧ લાખથી વધુ લોકો જોડાશે. - જડબેસલાક સુરક્ષા બંદોબસ્‍તના આદેશો

રાજકોટ તા. ૮ :.. આઝાદીના ૭પ વર્ષની આઝાદી કા અમૃત મહોત્‍સવની શાનદાર ઉજવણી થઇ રહી છે, રાજયભરમાં સુરતથી ભવ્‍ય તીરંગા યાત્રા શરૂ થઇ છે, સુરત-વડોદરા-અમદાવાદ બાદ હવે રાજકોટમાં આવતીકાલે  શુક્રવારે સવારે ૯ વાગ્‍યે રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી તમામ ધારાસભ્‍યો - મંત્રીઓ - સાંસદોની ઉપસ્‍થિતીમાં ર કી. મી. લાંબી ભવ્‍યાતિભવ્‍ય તિરંગા યાત્રા દેશભકિતના સૂરો તથા ડીજે- શહીદોને નમન સાથે યોજાશે, અને તેમાં ૧ લાખ લોકો જોડાશે.

 આ ભવ્‍ય તિરંગા યાત્રાનો ર કિ. મી.નો રૂટ બહુમાળી ચોક સરદાર પટેલના સ્‍ટેચ્‍યુથી રાષ્‍ટ્રીય શાળા આખો યાજ્ઞિક રોડનો રહેશે. રાષ્‍ટ્રીય શાળા ખાતે સમાપન કરાશે.

કાલે  સ્‍થળ ઉપર જ જીલ્લા વહીવટી તંત્ર ૩૦ હજાર તિરંગાનું લોકોમાં વિનામૂલ્‍યે વિતરણ કરશે, આ યાત્રામાં રાજકોટ અને સૌરાષ્‍ટ્રના ૩૦૦ જેટલા સ્‍વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને ખાસ જોડાવા આમંત્રણ અપાયું છે.

આ તિરંગા યાત્રામાં  સસ્‍તા અનાજના દૂકાનદાર એસો. દ્વારા ર૦૦ વેપારીઓ તો રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના ચેરમેન શ્રી વી. પી. વૈષ્‍ણવે પ૦ હજાર વેપારીઓ - તેમના પરીવારો જોડાશે તેવી જાહેરાત થઇ છે.

 તિરંગા યાત્રાના સમગ્ર રૂટ ઉપર વિવિધ દેશભકિતના ટેબ્‍લો, રૂટ ઉપર સ્‍ટેજ ઉભા કરી આરકેસી- સેન્‍ટમેરી - સ્‍વા સંસ્‍થા-પોલીસ-સીઆરપીના બેન્‍ડ તથા દેશભકિતના ગીતો સાથે ડીજેની જમાવટ કરવા અંગે કાર્યવાહી થઇ રહી છે, ં કે યાત્રા સવારે ૯ વાગ્‍યે બહુમાળીથી શરૂ થશે, ૧૧ વાગ્‍યે સમાપન  થશે, જેમાં તમામ એનજીઓ, ધાર્ર્મિક સંસ્‍થાઓ કોલેજ - સ્‍કુલ્‍સ-ડેરી એસો., યુનિવર્સિટી, ઔદ્યોગિક એકમો, ટેલીકોમ, જીઇબી-જીએસટી, રેલ્‍વે-પોસ્‍ટલ - ઇન્‍કમટેક્ષ, બાર એસો. કેમીસ્‍ટ એસો., ડોકટરો, વકિલો, ઇલેકટ્રીક એસો. અમુક પરિવારો- શહેરના તમામ વેપારી એસો. પોલીસ ઘોડેશ્વર - શણગારેલા વાહનો-તમામ પદાધિકારીઓ --મેયર - જીલ્લા પંચાયત પ્રમુખ વિગેરે ખાસ જોડાશે.

આ રાજકોટની જનતા

સહિત સંયુકત આયોજન

છેઃ લોકો ખાસ જોડાય...

કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ જણાવેલ કે આ તિરંગા યાત્રા ભવ્‍ય બની રહેશે, આ રાજકોટની પ્રજાનું જીલ્લા કલેકટર તંત્ર,  પોલીસ તંત્ર, જીલ્લા પોલીસ તંત્ર, કોર્પોરેશન, જીલ્લા પંચાયત સહિત તમામનું સંયુકત આયોજન છે, લોકો ખાસ જોડાય તેવી અપીલ છે.

કલેકટરશ્રીએ કહ્યુ કે, યાત્રા શરૂ થતાં પૂર્વે સવારે ૮ થી ૯ દરમિયાન એક કલાક સાંસ્‍કૃતિક કાર્યક્રમો થશે. આ યાત્રામાં ચારથી પાંચ મ્‍યુઝીક બેન્‍ડ પણ જોડવાનું આયોજન છે. યાત્રામાં રાજકોટના સ્‍વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો પણ જોડાશે.

કલેકટરશ્રીએ કહ્યું કે, તિરંગાની વ્‍યવસ્‍થા વહીવટી તંત્ર, રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન તેમજ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવનાર છે. નાગરિકો ફલેગ કોડ મુજબનો તિરંગો જાતે પણ લાવીને ઉત્‍સાહ પૂર્ણ જોડાઈ શકે છે.

કલેકટરશ્રીએ કહ્યું કે, આ કાર્યક્રમ આપણા સૌનો છે. આપણે બધાએ તેમાં જોડાવું જોઈએ અને એક કલાક દેશ માટે ફાળવવી જોઈએ. કલેકટરશ્રીએ આ કાર્યક્રમમાં સૌને ખાસ જોડાવા અપીલ પણ કરી છે.

કલેકટરશ્રીએ કહ્યું હતું કે, માત્ર રાજકોટ જ નહિ, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તેમાં લોકો જોડાશે અને આ યાત્રા એક ઐતિહાસિક સંભારણું બની રહેશે.

(12:11 pm IST)