Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાજકોટ જિલ્લામાં રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ : રાજકોટ કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ જાહેરનામું પ્રસિદ્ધ

એરિયલ મિસાઈલ રીમોટ કંટ્રોલ ,માઇક્રોલાઇટ ,એરક્રાફ્ટ કે પેરા ગ્લાઈડર જેવા સંસાધનોના ઉપયોગ પર પ્રાતબંધ ફરમાવાયો : 31 ઓગસ્ટ સુધી અમલ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વાઈટલ ઈનસ્ટોલેશન, વી.વી.આઈ.પી. રહેણાક તેમજ અગત્યની સરકારી કચેરીઓ તેમજ અન્ય પ્રતિબંધીત એરીયા વિગેરે જગ્યાની સુરક્ષા કરવાની જવા દોરી રાજકોટ ગ્રામ્ય પોલીસની છે, "UAV Unmanned Aerial Vehicle)" – જેમાં રીમોટ કેટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરીયલ મિસાઈલ, હેલીકોપ્ટર, રીમોટ કંટોલ માઈક્રો લાઈટ, એરક્રાફ્ટ કે ગ્લાઈડર જેવા સંસાધનૌથી દેશ-વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ લઈને રાજકોટ ગ્રામ્ય વિસ્તારની સુરક્ષાને હાની પહોંચાડવાની શક્યતા નકારી શકાય નહીં તેમજ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં બનેલ ડ્રોન હુમલાના બનાવ બનેલ હોય તેમજ આ પ્રકારના સંસાધનોથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આતંક ફેલાવી સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શકયતા રહેલી છે.

 આથી અરુણ મહેશ બાબુ, જીલ્લા મેજીસ્ટ્રેટ, ૨ાજકોટ જીલ્લા, રાજકોટ ઉપરોક્ત દર્શાવેલ કલમમાં મળેલ સતા હેઠળ રાજકોટ ગ્રામ્ય જલ્લામાં જાહેર સલામતિ અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર "UAV ( unmanned  Aerial Vehicle)" કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરિયલ મિસાઈલ,હેલી કૉપટર ,રીમોટ કંટ્રોલ ,માઇક્રોલાઇટ ,એરક્રાફ્ટ કે પેરા ગ્લાઈડર જેવા સંસાધનોના ઉપયોગ પર પ્રાતબંધ ફરમાવે છે.

 આ જાહેરનામું પૌલીસ કમિશનર, રાજકોટ શહેર, રાજકોટની હકુમત સિવાયનો સમગ્ર રાજકોટ જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે.

અપવાદમાં સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ જાહેરમાનામાંથી મુક્તિ આપવામાં આવે છે. જુદા-જુદા કારણોસર ડ્રોનથી શુટીંગ કરવાની પરવાનગી પોલીસ અધિક્ષક કે તેઓ દ્વારા અધિકૃત પોલીસ સબ ઈન્સપેકટરથી નીચેની રેન્કના ન હોય તેવા પોલીસ અધિકારી આપી શકશે

આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારા વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ સ્ને 1860ની કલમ ૧૮૮ તથા ગુજરાત પોલીસ એકટની કલમ 135 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે રાજકોટ જિલ્લામાં બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી એ,એસ,આઈ,સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે

આ જાહેરનામું હુકમની તા,31-8-2021 સુધી અમલમાં રહેશે.

  તમામને વ્યક્તિગત રીતે નોટીસની બજવણી કરવી શક્ય ન હોય આથી એકતરફી હુકમ કરું છું. જાહેર જનતાની જાણ સારૂ સ્થાનિક વર્તમાનપત્ર, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર મારફતે પ્રસિધ્ધિ ઘ્વારા તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર તથા પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્ય, રાજકોટના નોટીસ બોર્ડ પર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધ કરવામાં આવશે. તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર જાહેરનામાની નકલ ચોંટાડી તેમજ સરકારી ગેઝેટમાં પ્રકાશીત કરાવી પ્રસિધ્ધી કરવામાં આવશે.

(8:06 pm IST)