Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમીક કાઉન્સીલની બેઠકઃ એનસીસી ઈલેકટીવ કોર્ષની મંજુરી અંગે ચર્ચા

૧૧૫ કોલેજોમાં ચાલુ જોડાણના એજન્ડા મંજુર કરાશે

રાજકોટ, તા. ૧૨ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમીક કાઉન્સીલની બેઠક આવતીકાલે મળનાર છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૧૧૫ કોલેજોના રીન્યુ જોડાણને મંજુર કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૧૧૫ કોલેજોમાં ૭૧ કોલેજોનુ ચાલુ જોડાણ રીન્યુ થશે. ૫૫ કોલેજોમાં નવા અભ્યાસક્રમોને મંજુરી આપવામાં આવશે. સામાન્ય રીતે ચાલુ જોડાણમાં યુનિવર્સિટીના સત્તાધીશો આડેધડ મંજુર કરે છે. કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફ, પ્રિન્સીપાલ લાંબા સમયથી ન હોવા છતા મંજુર કરે છે. આવતીકાલે પણ ૧૧૫ કોલેજોના જોડાણ મંજુર થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આવતીકાલે મળનારી એકેડેમીક કાઉન્સીલમાં એનસીસીનો ઈલેકટીવ વિષય દાખલ કરવાની ચર્ચા હાથ ધરાશે.

(4:02 pm IST)