Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રેલનગર સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપના મકાનમાં શ્રાવણીયો જુગાર રમતા ૭ ઝડપાયા

પ્રનગર પોલીસનો દરોડોઃ મકાન માલીક ધર્મેન્દ્રસિંહ તથા ચંદ્રેશ, દર્શન, માલદે, કુલદીપ, કનૈયા અને ભરતની ધરપકડ

રાજકોટ તા.૧ર : રેલનગર સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપના મકાનમાં જુગાર ધામ ચાલતુ હોવાની બાતમીના આધારે પ્રનગર પોલીસ મથકના કોન્સ અક્ષયભાઇ ડાંગર અને મહાવિરસિંહ જાડેજાને બાતમી મળતા સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ બ્લોક નં.કેએ/૧૧માં રહેતા ધમેન્દ્રસિંહ ગુમાનસિંહ સોલંકી (ઉ.૩૯) ના મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલીક ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા મોરબી રોડ રાજલક્ષ્મી સોસાયટી એવન્યુ પાર્ક શેરી નં.૮ના ચંદ્રેશ ભરતભાઇ ચૌહાણ, શેરી નં. પના દર્શન નરેન્દ્રભાઇ રામાણી, સુભાષચંદ્રબોઝ ટાઉનશીપ બ્લોક નં. કેએ/૧૧ ના માલદે રણમલભાઇ ગર, બ્લોક નં. કેએ/ર ના કુદલીપ પ્રભાશંકરભાઇ મહેતા, બ્લોક નં. જેએ/૧ના કનૈયા જવાહરભાઇ પલીહાર તથા બ્લોક નં.કેબી/૧૧ના ભરત રાવતભાઇ ક્રિષ્નાતરને પકડી લઇ રૂ.૧૦રપ૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ. એલ. એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી. એસ.આઇ. કે.ડી.પટેલ, હેડ કોન્સ દેવશીભાઇ, વિજયરાજસિંહ,યુવરાજસિંહ, કુલદીપસિંહ, મહાવીરસિંહ, અક્ષયભાઇ તથા અશોકભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:01 pm IST)