Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

વોર્ડ નં. ૬ માં 'આપ' ના કાર્યાલયનો પ્રારંભ

વોર્ડ નં. ૬ ના લોકોના પ્રશ્નોને વાચા આપવા સોમનાથ સ્કુલ સામે, દુધ સાગર રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા કાર્યાલય શરૂ કરવામાં આવતા પ્રદેશ સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર ઇસ્ટ ઝોનના અજીતભાઇ લોખીલ તથા શહેર અધ્યક્ષ શિવલાલ પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે શહેરના તમામ હોદેદારો તેમજ વિવિધ મોરચાના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહેલ. આ કાર્યાલય કાર્યરત કરવા માટે વોર્ડ પ્રભારી જયદીપભાઇ નિમ્બાર્ક, વોર્ડ પ્રમુખ હાર્દીકભાઇ જમોડ, વોર્ડ સંગઠન મંત્રી મેહુલભાઇ કોડીયા, વોર્ડ મહામંત્રી નરેન્દ્રભાઇ જાગાણી, વોર્ડ મહીલા પ્રમુખ દક્ષાબેન ગરીયા, શહેર ઇસ્ટ ઝોન પ્રભારી અનિલભાઇ ઠુમ્મર વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(4:00 pm IST)