Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

આયુર્વેદીક દવાના વેંચાણ માટે ફ્રેન્ચાઇઝી આપી ૪.પ૦ કરોડની ઠગાઇમાં ફરાર પારસ પકડાયો

ક્રાઇમબ્રાંચની ટીમે પાંચ વર્ષથી ફરાર અમરેલીનો દેવળકીના શખ્સને બસ સ્ટેશનમાંથી દબોચ્યો

રાજકોટ તા.૧ર : કાલાવડ રોડ પરના સ્ટાર સુપર માર્કેટ સામે બોગસ કંપની ઉભી કરી આયુર્વેદીક દવાના વેચાણ માટે ફ્રેન્ચાઇઝીઓ આપી રોકાણકારો સાથે ૪.પ૦ લાખની ઠગાઇના ગુનામાં પાંચ વર્ષથી ફરાર શખ્સને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના જુદા-જુદા વિસ્તારમાં  નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ.વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.વી.રબારી, એ. એસ. આઇ. જયુભા પરમાર, દિગ્વીજયસિંહ જાડેજા, પ્રતાપસિંહ ઝાલા, હેડ કોન્સ. હરદેવસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઇ ડાંગર, સોકતભાઇ ખોરમ તથા મહેન્દ્રસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઇ. દિગ્વીજયસિંહ જાડેજા, અને હેડકોન્સ. હરદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે એસ.ટી.બસ સ્ટેશનમાંથી પારસ રમેશભાઇ પટોળીયા (ઉ.ર૮) (રહે. દેવળકી ગામ તા.વડીયા કુકાવાવ, અમરેલી) ને પકડી લીધો હતો. પારસ પટોળીયા ર૦૧પમાં કાલાવડ રોડ વોકહાર્ટ હોસ્પિટલ પાછળ ટી.વી.એસ.શોરૂમ વાળી શેરીમાં સ્ટાર સુપર માર્કેટ સામે બ્લીફલાઇફકેર  પ્રા.લી.નામની બોગસ કંપની બનાવી કંપનીની આયુર્વેદીક દવા વેચાણ કરવા માટેની ૩પ થી વધુ લોકોને ફ્રેન્ચાઇઝી આપી રોકાણ કરાવી તેમજ હેલ્થ કાર્ડ આપી અંદાજે રૂ. ૪,પ૦,૦૦,૦૦૦  જેટલા નાણા ઉઘરાવી અને કંપની બંધ કરી છેતરપીંડી આચરવાના ગુન્હામાં પાંચ વર્ષથી ફરાર હતા પોલીસે અગાઉ ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

(3:59 pm IST)