Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

જિલ્લા પંચાયતની સામાન્ય સભા માટે ૮ સભ્યોના ૪૪ પ્રશ્નો : વિપક્ષી નેતાનો પ્રશ્ન ૨૮માં ક્રમે ધકેલાયો

'કરામત' ન થાય તો પ્રશ્નોતરીનો કલાકનો સમય ઘટશે : મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રસ્તાના પ્રશ્નો

રાજકોટ,તા. ૧૨ : જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા. ૨૦ મીએ સવારે ૧૧ વાગ્યે પ્રમુખ ભૂપત બોદરની અધ્યક્ષતામાં મળનાર છે. જેમાં ભાજપના ૨૪ અને કોંગીના ૧૦ સહિત ચૂંટાયેલા કુલ ૨૪ સભ્યોમાંથી (બે બેઠકો ખાલી) માત્ર ૮ સભ્યોએ પ્રશ્નો પુછયા છે. વિપક્ષી નેતાએ પ્રશ્નોને ક્રમ નક્કી કરવામાં 'રમત' થયાની શંકા વ્યકત કરી છે.

ભાજપના કંચનબેન બગડાએ ૧૩ અને કોંગીના અર્જુન ખાટરિયાએ ૯ પ્રશ્નો પુછ્યા છે. આજે બપોર સુધીમાં ૮ સભ્યોના ૪૬ પ્રશ્નો આવી ગયા છે. પ્રશ્નો રજુ કરવા માટે આજે તા. ૧૨ સાંજ સુધીનો સમય છે. વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાનું કહેવું છે કે જે દિવસે સાંજે એજન્ડા બહાર પડ્યો તેના બીજા જ દિવસે મેં ૯ પ્રશ્નો રજુ કર્યા હતા છતા મારા પ્રશ્નોની ચર્ચા ન થઇ શકે અથવા પૂરતો સમય ન રહે તે માટે છેક ૨૮ માં ક્રમથી મારા પ્રશ્નો શરૂ કરાયાનું જાણવા મળે છે. પ્રશ્નોતરીના ક્રમ ફાળવવામાં રમત થયાની શંકા ઉપજે છે. મે સંભવિત ત્રીજી લહેરની તૈયારી, ચોમાસામાં પંચાયત હસ્તકના રસ્તાઓને નુકશાન, પંચાયતની પ્રાથમિક શાળાઓમાં હાલ શિક્ષણની વ્યવસ્થા ચેકડેમોની હાલત, સભ્યોની ગ્રાન્ટમાંથી વિકાસ કામોની પધ્ધતિ, સરકાર પાસેથી પંચાયતને રેતીની બાકી રકમ વગેરે અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. (

(3:59 pm IST)