Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

બહુમાળી ભવનની જી.એસ.ટી. કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ : અધિકારીની નેઇમપ્લેટ ઉખેડી નાંખી

રાજકોટ : બહુમાળી ભવનની જી.એસ.ટી. કચેરીમાં એ.સી.બી. રેડમાં આ કચેરીના નિવૃત્ત ઇન્સ્પેકટર સહિત ત્રણને ઝડપી લેવાયા બાદ આ કચેરીનાં વડા અધિકારીની નેઇમ પ્લેટ ઉખેડી નાંખવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ કોંગ્રેસનાં કાર્યકરોએ આજે એજી અને સરકારી કચેરીમાં થતા ભ્રષ્ટાચારનો નવતર વિરોધ કર્યા હતો. તે વખતની તસ્વીર. અધિકારી સસ્પેન્ડ થવા છતાં પણ ઓફીસ અને નેઇમ પ્લેટ હોય તે વ્યાજબી નથી. તેવા આક્ષેપો સાથે હલ્લોબોલના કાર્યક્રમમાં કોંગી આગેવાનો ગજેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઇ તલાટીયા, ધીરૂભાઇ ભરવાડ, સરલાબેન પાટડીયા ભાવેશ પટેલ, જીજ્ઞેશભાઇ પાટડીયા સહિતના આગેવાનો કાર્યકરો એ હાજરી આપી હતી. 

(3:54 pm IST)