Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાજકોટમાં ઘંટેશ્વર-ચૌધરી હાઇસ્કુલ એમ બે સ્થળે તંત્ર ત્રીરંગો લહેરાવશે : ૧૪ મીએ ૩૦ મીનીટના સાંસ્કૃતિક કાર્યક્રમઃ કાલે રીહર્સલ

જીલ્લાના તમામ ૧ ૧ તાલુકામાં ધ્વજવંદનની ઉજવણી થશેઃ ૧૪ મીએ સાંજે જુનાગઢથી કાર્યક્રમનું લાઇવ પ્રસારણ : ઘંટેશ્વર ખાતે ઉર્જામંત્રીના હસ્તે વૃક્ષારોપણ તથા મહેસુલ સહીત અન્ય ખાતાના પ૦ કર્મચારીઓનું સન્માન : ચૌધરી હાઇસ્કુલ ખાતે એડી. કલેકટર શ્રી કેતન ઠક્કરના હસ્તે ધ્વજવંદન-પરેડ

રાજકોટ, તા., ૧૨: રવિવારે  રાજકોટ શહેર-જીલ્લામાં ૭પમાં સ્વાતંત્ર્ય દિનની ધમાકેદાર ઉજવણી થશે. આ વખતે રાજકોટમાં બે સ્થળે કલેકટર તંત્ર દ્વારા ત્રીરંગો લહેરાવશે. ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે.

આ અંગે અકિલાને માહીતી આપતા એડી. કલેકટર શ્રી કેતન ઠક્કરે જણાવ્યું હતુ કે ચૌધરી હાઇસ્કુલ ખાતે પોતાના હસ્તે તથા ઘંટેશ્વર ખાતે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન-પરેડ-સહીતના કોર્યક્રમો યોજાશે.

શ્રી ઠક્કરે જણાવ્યું હતુ કે ઉપરોકત બંને સ્થળે કાલે સવારે ૯ વાગ્યે શાનદાર રીહર્સલ યોજાશે. ઘંટેશ્વર-એસઆરપી કેમ્પ ખાતે ઉર્જામંત્રીના હસ્તે ધ્વજવંદન બાદ વૃક્ષારોપણ તથા મહેસુલ -સીવીલ-પંચાયત તંત્ર સહીત અન્ય ડીપાર્ટમેન્ટ મળી કુલ પાઇપ૦ થીવધુ કર્મચારીઓનું કોરોના વોરીયર્સ અને અન્ય શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાશે.

એડી. કલેકટરે ઉમેર્યુ હતું કે આ ઉપરાંત રાજકોટ જીલ્લાના તમામ તાલુકા મથકોએ પણ પ્રાંત મામલતદાર કચેરી દ્વારા ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા છે. ધ્વજવંદનના આ કાર્યક્રમો પહેલા ૧૪ મીએ સાંજે ૬ થી ૬ાા દરમિયાન રાજકોટ અને અન્ય તાલુકા મથકે દેશભકિતના ગીતો તથા તે ઉપર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

જયારે જુનાગઢ ખાતે રાજયકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં તા.૧૪ મીએ સાંજે ૬ાા થી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. જેનું ગુજરાતભરમાં લાઇવ પ્રસારણ થશે અને આ લાઇવ કાર્યક્રમ સાથે રાજકોટ સહીત તમામ જીલ્લા જોડાશે. 

(3:52 pm IST)