Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સાધુવાસવાણી રોડ અને નાણાવટી ચોક પાસેના બે આવાસના કવાર્ટર પાસે જુગાર રમતા ૧૦ ઝડપાયા

યુનિવર્સિટી પોલીસના બે દરોડાઃ ૨૦ હજારની રોકડ કબ્જે

રાજકોટ, તા.૧૨: સાધુવાસવાણી રોડ પર રાજીવ ગાંધી આવાસ યોજના કવાર્ટર પાસેથી પાંચ અને નાણાવટી ચોક નંદનવન આવાસ યોજના કવાર્ટર પાસેથી ચાર મહિલા સહિત પાંચ શખ્સોને જુગાર રમતા યુનિવર્સિટી પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર રાજીવ ગાંધી આવાસ યોજના કવાટર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ બળભદ્રસિંહ જાડેજા અને કોન્સ સહદેવસિંહ જાડેજાને બાતમી મળતા સાધુ વાસવાણી રોડ પર રાજીવ ગાંધી આવાસ યોજના કવાર્ટર પાસે જાહેરમાં જુગાર રમતા નટરાજનગર આવાસ યોજના કવાર્ટર નં.બી-૩૧૭ના સાદીક ઉર્ફે શબ્બીર સુલ્તાનભાઇ હાલા (ઉ.વ.૨૮), સાધુવાસવાણી રોડ એકલવ્યનગર શેરી નં.૨ના પિન્ટુ હકાભાઇ રાતડીયા (ઉ.વ.૨૨), રૈયાધાર રાણીમા રૂડીમા ચોક પાસે આવાસ યોજના કવાટર સામે મફતીયાપરાના મુન્ના મેહુલભાઇ ઝાપડા (ઉ.વ.૨૪), નટરાજનગર આવાસ યોજના કવાર્ટર નં.એ-૩૦૭માં રહેતા વિવેક કિર્તીભાઇ ચગ (ઉ.વ.૨૬) અને નંદનવન આવાસ યોજના કવાટર્સ નં.૫૫૦ના રવી પરસોતમભાઇ સોલંકી (ઉ.વ.૨૪)ને પકડી લઇ રૂ.૧૦,૩૨૦ની રોકડ કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં કોન્સ હરપાલસિંહ જાડેજા અને કોન્સ જેન્તીગીરી ગૌસ્વામીને મળેલી બાતમીના આધારે નાણાવટી ચોક નંદનવન આવાસ યોજના કવાર્ટર પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રેલનગર દયાનંદ સરસ્વતી ટાઉનશીપ એ-૨૦૧ના મીનાબેન જસવંતભાઇ બેસ, નંદનવન આવાસ યોજના કવાર્ટર નં.૫૪૨ના દેવીકાબેન કિશનભાઇ ગોહેલ, જગન્નાથપ્લોટ-૩૯ બાલમુકુંદ એપાર્ટમેન્ટમાં રહેતા જયશ્રીબેન ભરતભાઇ વ્યાસ, સદર બજારમાં રહેતા પ્રજ્ઞાબેન જગદીશભાઇ સરવૈયા અને સદરબજાર ધોબી શેરી નં.૨માં રહેતા અબ્દુલ સકુર શાબીરભાઇ હસનાણીને પકડી લઇ રૂ.૧૦,૨૦૦ની રોકડ કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ.એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી.જાડેજા, હેડ કોન્સ રાજેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, બલભદ્રસિંહ, સહદેવસિંહ, તથા બ્રીજરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:48 pm IST)