Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

આયુર્વેદ રીસર્ચ સેન્ટર દ્વારા ફાર્મા પી. સ્પર્ધા

ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ દ્વારા ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે તાજતેરમાં બી.એ.એમ.એમ.એસ. માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં આત્મ વિશ્વાસ વધે તેવા ઉદેશ્યથી ફાર્મા પી. સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. વિદ્યાર્થીઓએ બે બે ની ટીમ બનાવી વિવિધ આયુર્વેદીક ઔષધી બનાવતી કંપની વિષે પોતનું પ્રેઝન્ટેશન કરેલ. જેામં અતિથિવિશેષ તરીકે આઇટીઆરએ જામનગરના ડે. ડાયરેકટર વૈદ્ય જોબનભાઇ મોટાએ ઉપસ્થિત રહી આયુર્વેદ ઔષધી અંગે વિશેષ વકતવ્યા આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલના ટ્રસ્ટી નીતેશ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહેલ. આયુર્વેદ કોલેજના આચાર્ય ડો. લીનાબેન શુકલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. સ્પર્ધાના પરિણામો જાહેર કરાતા શ્રૃતિ ઘુંટાલા અને વિરદીપસિંહ ચુડાસમાની ટીમ પ્રથમ વિજેતા બનેલ. જયારે જીનલ સેદાણી અને ધ્વનીલ સેદાણીની ટીમ દ્વીતીય વિજેતા બનેલ. શ્રીમ પટેલ અને રીંકલ હીરપરાની ટીમ તૃતિય સ્થાન પર રહી હતી. વિજેતા ટીમોને સર્ટીફીકેટ અને મેડલ આપી સન્માનીત કરાયા હતા. સમગ્ર ફાર્મા પી. સ્પર્ધાનું સંચાલન આયુર્વેદ એકસપર્ટ ડો. જીજ્ઞેશ રાજાણી, ડો. અભિષેક કગથરા અને ડો. અંજુ દિનેશની અધ્યક્ષતામાં કરાયુ હતુ. સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા સંસ્થાના સ્ટાફ મેમ્બર ડો. મેઘા ચંદારાણા, ડો. ધર્મેન્દ્ર મિશ્રા, ડો. પરિયા વઘાસીયા, ડો. મહેશ એમ. પી., ડો. સીમા માણેક, ડો. કૃણાલ ઠાકોર, ડો. ભગીરથ સાંકળીયા, ડો. રશેષ ભૂત, ડો. રાજલક્ષ્મી, ડો. સુધાંશુ ભેસાણીયા, મોહીત ભેસાણીયા, સ્વાતિ ચૌહાણ, સંદીપભાઇ મહેતા, ધર્મેશ પુરબીયા, બલદેવ કંજારીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(3:04 pm IST)