Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કોરોના મહામારીનો મેડી કલેઇમ નહિ ચુકવતા વિમા કંપની સામે ગ્રાહક સુરક્ષા ફોરમમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા. ૧ર :.. અત્રેના ધવલભાઇ દોશી ફરીયાદીને કોવિડ - મહામારીનો મેડી કલેઇમ ન ચૂકવતા ફયુચર જનરલી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની સામે ગ્રાહક સુરક્ષામાં ફરીયાદ કરેલ છે.

ફરીયાદી ધવલ દોશીએ વર્ષ ર૦ર૦ માં ફયુચર જનરલી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ માંથી પોલીસી નંબર સીકેપી ર૮-ર૦-૭૦ર૧૧૮૮-૦૦-૦૦૦ થી મેડીકલેમ ઉતરાવેલ તે વર્ષ દરમિયાન ફરીયાદી કોવીડ-૧૯ પોઝીટીવની અસર થતાં તેઓને તા. ર૪-૧ર-ર૦ થી ર૮-૧ર-ર૦ સુધી સત્કાર હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે દાખલ કરવામાં આવેલ અને સારવાર લીધેલ હતી. જેના તમામ પેપર્સ તથા બીલ ફયુચર જનરલી કંપનીમાં આપેલ હતાં. જેમાં સત્કાર હોસ્પિટલ એ આપેલ વિગતવારનું બિલ કંપનીમાં સબમીટ કરવામાં આવેલ તેમજ જરૂરી તમામ કાગળ, દવાના બિલ વગેરે આપવામાં આવેલ. જે કુલ રૂ. ૭ર,૦૦૦ થયેલ જેમાંથી કંપની દ્વારા કોઇ જ રકમની ચુકવણી કરેલ નથી તેમજ કંપની દ્વારા કોઇપણ જાતના યોગ્ય અને વ્યાજબી કારણ વિના તમામ રકમ કરે જે ઘણું અયોગ્ય કહેવાય તેમજ કોઇપણ રોગ માટે કોઇપણ દવાખાનામાં દાખલ કરવામાં આવે ત્યારે લેબ પરીક્ષણ વગર કયારે દાખલ કરવામાં આવતા નથી તે સત્ય હકિકત છે તેમજ દરેક હોસ્પિટલની પોતાની સારવાર આપવાની અને ચાર્જની પધ્ધતિ હોય છે જે આપ કહો તે રીતે ફેરવી શકે નહીં તે જોતા વિના કારણે આપના દ્વારા ફરીયાદીની મોટી એવી પૂરેપૂરી રકમ કાપી લેવામાં આવે જે તદન ગેરવ્યાજબી ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. હોસ્પિટલ નિયમ અનુસાર ભીલ આપતું હોય છે જે ફરીયાદીને મળવાપાત્ર રકમ છે તેમ છતાં કંપની તરફથી તે રકમ નહીં ચુકવીને સેવામાં ભયંકર ક્ષતિ દાખવેલ છે.

કંપનીએ મનઘડત રીતે ફરીયાદીની રકમ ચુકવેલ નથી જે ઘણું જ ગેરવ્યાજબી છે ફરીયાદીને કંપની તરફથી કોઇ રકમ ન મળતા અવાર-નવાર મૌખિક તથા ટેલીફોનીક જાણ કરવા છતાં કંપની દ્વારા ફરીયાદીને કોઇ જ રકમ ચુકવેલ નથી. કંપની અન્ય કોઇ કંપની કે વ્યકિત સાથે સરખામણી કરી શકે નહીં કારણ કે કોઇની સ્કીલ, સીનીયોરીટી કે તેઓ દ્વારા થતી કામગીરી, મુલ્યાંકન અન્ય કોઇ સાથે કરી શકે નહીં. દરેકને પોતાનું સ્વતંત્ર મુલ્યાંકન હોય છે. પોતાની કાર્યશૈલી હોય છે જેથી કંપની દ્વારા તેમ જ કંપનીના સલાહ આપનાર કોઇપણ દ્વારા મૂલ્યાંકન કે સરખામણીની કરવામાં આવે અને તેના આધારે તમારા દ્વારા રૂપિયા ૭ર૯૦૧ જેવી માતબાર રકમ ચૂકવવામાં ન આવેલ હોય તે ગેરકાયદેસર અને ગેરબંધારણીય અને કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધ કહેવાય ફરીયાદી વીમામાં મેડીકલેમ ઉતરાવેલ હોવા છતાં આજ દિવસ સુધી તેમને મળવાપાત્ર મેડિકલેમની રકમ નહીં ચુકવી તથા માનસીક અને આર્થિક રીતે હેરાન કરીને સેવામાં ભયંકર ક્ષતિ દાખવેલ હોય જેથી ફરીયાદીએ તેમના એડવોકેટ મારફત નોટીસ મોકલાવેલ જેનો કોઇ યોગ્ય પ્રત્યુતર ન આવતા ફરીયાદી દ્વારા તેમના એડવોકેટ મારફત ગ્રાહક સુરક્ષામાં કેસ દાખલ કરવામાં આવેલ. જેમાં કલેમના ૭ર,૯૦૧, ૧ર ટકાના વ્યાજ સહિત તથા ફરીયાદીને આર્થિક, માનસીક ત્રાસના વળતર તરીકે ૧,રપ,૦૦૦ મેળવવા ગ્રાહક સુરક્ષામાં કેસ દાખલ કરેલ.

આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે પી. એમ. શાહ લો-ફર્મ ના પિયુષભાઇ શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નિતેશભાઇ કથીરિયા, નીવિદભાઇ પારેખ, હર્ષિલભાઇ શાહ, જયભાઇ મગદની, જીતેન્દ્રભાઇ ધોળકીયા, રાજેન્દ્રભાઇ જોષી, વિશાલભાઇ સોલંકી, કિશનભાઇ ચાવડા, વિજયભાઇ પટગીર, જીજ્ઞેશભાઇ ચાવડા રોકાયેલા હતાં.  

(3:03 pm IST)