Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ગોંડલના ગુજસીટોક કેસના આરોપી નિખિલ દોંગાના સાગ્રીત સુનીલ પરમારની ર૦ દિવસની રીમાન્ડ મંજુર

રાજકોટની સ્પે કોર્ટ દ્વારા રીમાન્ડ અપાઇઃ આરોપીને અગાઉ ભાગેડુ પણ જાહેર કરાયેલ છે

રાજકોટ તા. ૧ર : ગુજસીટોકના ચકચારી કેસમાં સંડોવાયેલ નામચીન નિખિલ દોંગાના સાગ્રીત સુનીલ ભીમા પરમારની ગોંડલ પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીને પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીને પોલીસે રીમાન્ડ રિપોર્ટ સાથે કોર્ટમાં રજુ કરતા સ્પે.કોર્ટે આરોપી સુનીલની ર૦ દિવસની રીમાન્ડ મંજુર કરી હતી.

પોલીસે રીમાન્ડ રિપોર્ટમાં જણાવેલ કે, હાલના આરોપીએ ગુન્હાહીત પ્રવૃતિમાંથી મેળવેલ મિલ્કતો બાબતે તપાસ કરવાની હોય તેમજ નિખિલ દોંગા જેલમાંથી ભાગી ગયેલ ત્યારે હાલના આરોપી નાસતો ફરતો હોય તે દરમ્યાન તેણે નિખિલનો સંપર્ક કરી કોઇ ગુનાહિત પ્રવૃતિ કરેલ છે કે, કેમ ? આરોપી કોઇ કામ ધંધો કરતો ન હોય તેના બેંક ખાતામાં મોટી રકમ વિડ્રો કરવામાં આવેલ હોય આ રકમ કયાંથી મેળવેલ.

તેની તપાસ કરવાની હોય તેમજ અગાઉ જયાર ેનિખિલ દોંગા જેલમાં હતો ત્યારે આરોપી સુનિલ તેને મળતા અવાર-નવાર જેલમાં મળવા ગયેલ હોવાના પુરાવાઓ મળી આવેલ હોય તેમજ આરોપી  ગુનો દાખલ થયા બાદ ૧૦ મહિનાથી નાસતો ફરતો હોય તે આ કેસના આરોપીઓને મદદરૂપ થયેલ છે કે કેમ તે સહિતના અનેક મુદાઓની તપાસ કરવાની હોય આરોપીની ર૦ દિવસની રીમાન્ડ મેળવવા પોલીસે સ્પે.પી.પી.તુષાર ગોકાણી મારફત કોર્ટમાં રજુઆત કરી હતી.

રાજકોટની ખાસ અદાલતે આ કામે સ્પે. પી.પી. શ્રી ગોકાણી દ્વારા થયેલ રજુઆત અને ગુનાની ગંભીરતાને  ધ્યાને લઇને સ્પે કોર્ટ ર૦ દિવસની રીમાન્ડ મંજુર કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, બનાવ બાદ  લાંબા સમયથી નાસતા ફરતા આરોપી સુનીલની બે દિવસ પહેલા ધરપકડ કરી હતી. અને અગાઉ કોર્ટે આરોપી સુનિલને ભાગેડુ પણ જાહેર કર્યો હતો.

આ કામમાં સરકાર પક્ષે સ્પે.પી.પી.તુષાર ગોકાણી રોકાયા હતા.

(3:03 pm IST)