Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી કરતા કરણ ઉર્ફે બાડીયાને ઝડપી લેતી રેલવે પોલીસ

રાજકોટ : અમદાવાદ રેલવેના નાયબ પોલીસ નિરીક્ષક શ્રી અશ્વિનભાઇ ચૌહાણ તથા એસ.પી. શ્રી પરિક્ષિતા રાઠોડએ મિલ્કત સંબંધી ગુના શોધી કાઢવા અંગે સુચના આપતા રાજકોટ રેલવે પોલીસના ડી.વાય.એસ.પી. પી.પી.પીરોજીયા તથા રેલવે પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.વી.વસાવાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ હરવિજયસિંહ, હેડ કોન્સ. સિધ્ધરાજસિંહ હિતેશભાઇ, કાન્તીલાલભાઇ, વનરાજભાઇ, વિષ્ણુભાઇ, સંતોષભાઇ તથા લાલજીભાઇ સહિત તા. ૬ના રોજ સોમવાર -ઓખા ટ્રેનમાં થયેલી મહિલાના પર્સની ચોરી કરનાર કરણ ઉર્ફે બાડીયા દેવકુમારભાઇ પાંડે (ઉવ.૨૫) (રહે. જંકશન ગાયકવાડી શેરી નં. ૨/૧૧ના ખૂણે ભાડેથી હાલ જામનગર પુનીતનગર, ઝુપડામાં)ને પકડી લઇ રૂ.૨,૪૦૦ રોકડ તથા બેંકના એટીએમ, નેપાળ દેશનંુ ચલણ રૂ.૧૦૦૦નું ડ્રાઇવીંગ લાયસન્સ સાથેનું પર્સ સાથે પકડી લીધો હતો. 

(3:01 pm IST)