Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

અશાંત ધારાની ફાઇલો નિકાલ કરવામાં ઝડપ લાવોઃ વધારાનો સ્ટાફ મૂકો

રાજકોટ રેવન્યુ બાર એસો. દ્વારા કલેકટરને વિસ્તૃત રજુઆત...

રાજકોટ તા. ૧રઃ રાજકોટ રેવન્યુ બાર એસો. એ કલેકટરને આવેદનપત્ર પાઠવી અશાંત ધારાની અરજીમાં ઝડપી નિકાલ કરવા તેમજ સ્ટાફ વધારવા અંગે માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, રાજકોટ શહેરમાં રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરી વિભાગ-ર, વિભાગ-૩ તથા વિભાગ-૪ (રૈયા) કચેરીના ઘણા વિસ્તારોનો અશાંત ધારાનો સમાવેશ થયેલ છે.

સદરહું અશાંત ધારાના વિસ્તારમાં આવતી મિલકતોના દસ્તાવેજ કરવા માટે લગભગ દરરોજ ૮ થી ૧૦ જેટલી અરજીઓ આવે છે પરંતુ તેના નિકાલ માટે સ્ટાફ વધારવાની તાકીદે જરૂર છે તેમજ અરજી મળ્યા પછી દિવસ-૧પ માં તેનો સમયસર નિકાલ થતો ન હોવાથી કાયદાની અમલવારી કરાવવા માટે લોકોનો બિનજરૂરી સમય અને શકિતનો બગાડ થતો હોય તેમજ લોકો દ્વારા સરકારમાં સ્ટેમ્પ ડયુટી પેટે પૈસા જમા કરાવતા હોવા છતાં યાતનાઓ ભોગવવી પડે છે જે અંગે લોકોને સરળતાથી કરેલ અરજીનો નિકાલ તાત્કાલીક થાય જેથી મિલકતના ખરીદ વેચાણના દસ્તાવેજ ઝડપી કરી શકાય. કે આ અશાંત ધારાની અરજીના નિકાલ માટે અત્યારે માત્રને માત્ર-૧ કલાર્ક ઉપર ભારણ છે જેથી લોકોના ઝડપથી કામ થાય તે માટે બીજો વધારાનો જરૂરી સ્ટાફ મુકીને લોકોની અરજીનો ઝડપથી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા વિનંતી છે. આવેદન દેવામાં સી. એચ. પટેલ, ડી. ડી. મહેતા વિગેરે જોડાયા હતા. 

(3:00 pm IST)