Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

વરિષ્ઠ નાગરિકો ખેલ ખેલવા આગળ આવે : સરકાર દ્વારા વિવિધ સ્પર્ધાઓ

વોલીબોલ, યોગ, ચેસ, કેરમ, ક્રિકેટ વગેરેમાં રસ હોય તો ફોર્મ ભરો

રાજકોટ તા. ૧૨ : ગુજરાત સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન 'આઝાદી કા અમૃત મહોત્સવ'નું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જે મહોત્સવ અંતર્ગત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી રાજકોટ શહેર સંચાલીત ચાલુ વર્ષે પણ ૬૦ વર્ષ થી ઉપરના સિનિયર સીટીઝન માટે શુટીંગ વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, ક્રિકેટ તથા એથ્લેટીકસ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે.

જેમાં ભાગ લેવા ઇચ્છતા સિનિયર સીટીઝન ભાઇઓ/બહેનોએ નિયત નમુનાનુ પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી રાજકોટ શહેર,બ્લોકનં-૨, સાતમો માળ,બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ,  રાજકોટ શહેર ખાતે થી મેળવી ૦૫/૦૯/૨૦૨૧ સુધીમા સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે. ફોર્મ સાથે ડોકટરનું ફિટનેશ સર્ટીફિકેટ તથા આધારકાર્ડ નકલ સાથે આપવાની રહેશે. 

સમય મર્યાદામા આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવશે જેની દરેક સ્પર્ધકે નોંધ લેવી. વધુ માહિતી માટે ફોન નં- ૦૨૮૧-૨૪૪૨૩ પરથી મેળવી શકાશે તે મુજબ ની યાદી વી.પી.જાડેજા જિલ્લા રમતગમત અધિકારી ,રાજકોટ જણાવે  છે.

(12:57 pm IST)