Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ફાટકમુકત રાજકોટ બનાવવા કવાયત : અટિકા-ઢેબર રોડ ફાટકે બ્રિજની સંભાવના ચકાસાઇ

વિવિધ રેલ્વે ફાટકની મુલાકાત લેતા અમિત અરોરા : ટ્રાફિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઓવર કે અંડરબ્રિજ માટે અભ્યાસ

રાજકોટ,તા. ૧૨ : શહેરમાં જે જે સ્થળોએ રેલ્વે ફાટક કાર્યરત્ત્। છે ત્યાં ટ્રાફિકના પ્રશ્નોનું નિરાકરણ લાવવા નવા ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજ બનાવી શકાય એમ છે કે કેમ તેના વિકલ્પ નો અભ્યાસ હાથ ધરાયો.અન્વયે આજે મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ વિવિધ રેલ્વે ફાટકની મુલાકાત કરવામાં આવી છે.

આ અંગે કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ 'ફાટકમુકત રાજકોટ'ના રાજય સરકારશ્રીના સંકલ્પ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે તે ફાટક ખાતે ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજ બનાવવા અંગે આયોજન કરવામાં આવી રહયા છે તે અનુસંધાને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ તા.૧૧ના રોજ સવારે ઢેબરભાઈ રોડ પર પી.ડી.એમ. કોલેજ સામેના રેલ્વે ફાટક, અટિકા વિસ્તારના રેલ્વે ફાટક અને રાજકમલ પેટ્રોલ પમ્પ સામેના રેલ્વે ફાટકની સ્થળ મુલાકાત કરી હતી.

આ મુલાકાત અંગે મ્યુનિ. કમિશનરશ્રીએ એમ જણાવ્યું હતું કે, શહેરમાં હાલમાં જે જે સ્થળોએ રેલ્વે ફાટક કાર્યરત્ત્। છે ત્યાં ટ્રાફિકના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે નવા ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજ બનાવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરવામાં આવી રહયો છે.

હાલના તબક્કે પી.ડી.એમ. કોલેજ સામેના રેલ્વે ફાટક ખાતે અને રાજકમલ પેટ્રોલ પમ્પ સામેના રેલ્વે ફાટક ખાતે કયા પ્રકારના બ્રિજનું પ્લાનિંગ સંભવ છે તેનો અભ્યાસ અહેવાલ તૈયાર કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે.

મ્યુનિ. કમિશનરશ્રીની આ સાઈટ વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, એડી. ટી.પી.ઓ. એમ.ડી.સાગઠિયા, સિટી એન્જી. એચ. એમ. કોટક, અને પી.એ.(ટેક) ટુ કમિશનર શ્રી રસિક રૈયાણી, એ.ટી.પી. અઢિયા, વગેરે હાજર રહયા હતાં.

(2:58 pm IST)