Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

રાજકોટમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રાજકોટ તા. ૧૨: આજે અષાઢી બીજના દિવસે નાના મવાના શ્રી ખોડિયાર મંદિર ખાતેથી નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે ખાસ બંદોસ્ત અગાઉથી ગોઠવી રાખ્યો હતો. કોરોના વાયરસ ન ફેલાય તે માટે સરકારની માર્ગદર્શિકા મુજબ રથયાત્રાના નિયમો નક્કી કરાયા હતા. જેનું પાલન આયોજકોએ કર્યુ હતું. ભગવાન જગન્નાથજી મંદિરના મહંતશ્રી ત્યાગી મનમોહનાદસ (ગુરૂ રામકિશોર દાસજી) તથા મંદિરના ટ્રસ્ટીઓ, સંચાલકો સાથે અગાઉથી જ મિટીંગ યોજી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવાયું હતું.

બે એસીપી, પાંચ પીઆઇ, સોળ પીએસઆઇ અને મહિલા કર્મચારીઓ સહિત ૪૦૦ પોલીસ કર્મચારીઓએ રથયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. લોકોએ પણ પોલીસને સંપુર્ણ સહકાર આપ્યો હતો. પોલીસે રથયાત્રામાં ભગવાનના શૃંગાર-શણગાર કર્યા હતાં. તેમજ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પૂજાવિધીમાં પણ લાભ લીધો હતો. પોલીસે ભકતોને માસ્કનું વિતરણ પણ કર્યુ હતું.

(4:22 pm IST)