Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુ ગાજેલા કથિત માટી કૌભાંડમાં નવો ખુલાસો : સાચો ટ્રેકટર નંબર મળ્યો

કામગીરીમાં તમામ અધિકારી કુલનાયક સહિતાની સહી છે : કુલપતિ

રાજકોટ, તા. ૧૨ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુ ગાજેલા ચકચારી માટી કૌભાંડમાં નવો ધડાકો થયો છે. યુનિવર્સિટીના આધારભૂત વર્તુળોના જણાવ્યા મુજબ યુનિવર્સિટીમાં માટીના ફેરા કરવામાં ટ્રેકટરને બદલે જે મોટરકારનો નંબર મળ્યો છે તેમાં થોડી ભૂલ રહી ગઈ હોય, સાચો ટેકટર નંબર મળ્યો છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે જે ટેકટર નંબરને બદલે મોટરકારનો નંબર મળેલ તેની વધુ તપાસ કરતા મળતાવળો નંબરવાળો માત્ર એક જ સ્પેલીંગમાં રહેલી નાની ક્ષતિ બહાર આવી છે. હકીકતે યુનિવર્સિટીમાં માટીના ફેરા કરનાર મોટરકાર નહિં પરંતુ ટ્રેકટર જ છે. મોટરકાર અને ટેકટરનો નંબરમાં નજીવો ફેર છે. માટીકામની પ્રક્રિયામાં અધિકારીઓ અને કુલનાયકની પણ સહી છે. તપાસ સમિતિ નીમાયેલ છે. તે તેનું કામ કરશે.

બહુ ગાજેલા આ પ્રકરણમાં અંદરોઅંદરની લડાઈનું વરવા સ્વરૂપે માટી કૌભાંડ ઈરાદાપૂર્વક ચગાવવામાં આવી રહ્યાની ચર્ચા ચાલે છે. બે જૂથ વચ્ચે પરસ્પર 'દાવ' લેવાની નીતિ આગામી સમયમાં વધુ ધડાકા - ભડાકા ન થાય તો નવાઈ નહિં.

(4:19 pm IST)