Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કોરોના નબળો પડયોઃ સંક્રમણ ફેલાવાની ક્ષમતા માત્ર ૦.૧૩ ટકા જેટલી નજીવી

શહેરમાં બપોર સુધીમાં કોરોનાનો માત્ર ૧ કેસ : ગઇકાલે ૨૮૪૩ સેમ્પલ પૈકી ૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૧૩ ટકા થયોઃ કુલ કેસનો આંક ૪૨,૭૭૩ થયોઃ આજ દિન સુધીમાં ૪૨,૨૫૯ દર્દીઓ સાજા થયા

રાજકોટ તા. ૧૨: સમગ્ર દેશમાં છેલ્લા ૧૬ માસથી હાહાકાર મચાવનાર કોરોનાની એપ્રિલ માસમાં આવેલ બીજી લહેર ઘાતક રૂપ  સાબિત થઇ હતી. હાલ કોરોના નબળો પડવા લાગ્યો  છે. ગઇકાલે ૨૮૪૩ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેની સામે માત્ર ૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૧૩ ટકા થયો હતો. આજે  શહેરમાં બપોર સુધીમાં માત્ર ૧ કેસ નોંધાયો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   ૧ કેસ નોંધાયો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૭૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૨૮૪૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૧૩ ટકા થયો  હતો. જયારે ૭ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૨,૨૨,૩૩૨ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૭૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૧ ટકા થયો છે. જયારે રિકવરી રેટ ૯૮.૭૫ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:20 pm IST)