Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલયની ઓનલાઇન વાર્ષિક સભા

રાજકોટ : જિલ્લા સહકારી પ્રેસની ૫૮ મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં ઝુમ એપના માધ્યમથી ઓનલાઇન સરકારી પ્રેસના પ્રમુખ રવજીભાઇ હીરપરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. સામાન્ય સભાની શરૂઆત રાજકોટ દુધ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપપ્રાગટયથી કરવામાં આવેલ. શરૂઆતમાં કુ. જીલબેન વ્યાસે કોરોના મહામારીમાં જીવ ગુમાવનાર દિવંગતોને શ્રધ્ધાંજલી અર્થે પ્રાર્થના ગીત રજુ કરેલ. બાદમાં જિલ્લા સહકારી પ્રેસના મેનેજીંગ ડીરેકટર ધીરૂભાઇ ધાબલીયાએ સ્વાગત પ્રવચન કરેલ. સભામાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મગનભાઇ ઘોણીયા, રાજકોટ જિલ્લા બેંકના એમ. ડી. ઘનશ્યામભાઇ ખાટરીયા, માર્કેટીંગ યાર્ડના પ્રમુખ અરવિંદભાઇ તાગડીયા, રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકના જનરલ મેનેજર વી. એમ. સખીયા વગેરેનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. સમગ્ર સભાનું સંચાલન અને ઠરાવોનું વાંચન જિલ્લા સહકારી પ્રેસના પ્રમુખ રવજીભાઇ હીરપરાએ સંભાળેલ. સાધારણ સભામાં પ્રેસના ડીરેકટર મંડળીના પ્રતિનિધિઓ તથા સભાસદો ઝુમ એપથી જોડાયા હતા. અંતમાં આભારવિધિ જિલ્લા સહકારી પ્રેસના ડીરેકટર ભાનુભાઇ મહેતાએ કરેલ. સમગ્ર સંચાલન માર્કેટીંગ એડવાઇઝરી કેયુરભાઇ બુચે કરેલ. તેમ જિલ્લા સહકારી પ્રેસના મેનેજર કમલેશભાઇ મોદીની યાદીમાં જણાવાયુ છે.

(3:18 pm IST)