Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

પંચનાથ હોસ્પિટલમાં ૧૧૧ દિ'માં ૨૦૩ જેટલી સર્જરી

હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનો સૂર 'આ તો સાક્ષાત મહાદેવનું સેવાલય' : ગોળામાં સ્ક્રુ દ્વારા પ્લેટ ફીટ કરવી, આંતરડામાં અનેક પડી ગયેલા કાણાં અને રસીની પણ સર્જરી

રાજકોટઃ આજથી ૧૮ વર્ષ પહેલા એટલે કે તા. ૦૨/૦૩/૨૦૦૩ના રોજ દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં જરૂરતમંદોને સાચાં અર્થમા નજીવા દરે સચોટ નિદાનઅને સારવાર મળી શકે તેવા ઉદેશથી રાજકોટમા મધ્યમા આવેલા ૧૪૭ વર્ષ જુના અતિ પ્રાચીન દેવાલય શ્રી પંચનાથ મહાદેવ મંદિરના પવિત્ર પરિસરમાં શ્રી પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટ દ્વારા શ્રી પંચનાથ નિદાન કેન્દ્ર સ્વરૂપે બીજ રોપવામાં આવેલા સેવાકીય ભાવના ધરાવતા ટ્રસ્ટીઓ અનેક દાતાઓ સેવાભાવી કાર્યકરો શુભેચ્છકોએ શ્રધ્ધાપૂર્વક રોપવામાં આવેલા આ બીજને માતા તુલ્ય જતન કરીને વટવૃક્ષ તરફ પ્રયાણ કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે તેના પરિણામ સ્વરૂપે આ વટવૃક્ષે વાસ્તવમાં આજે મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. હોસ્પિટલમાં ફકત ૧૧૧ દિવસમાં અલગ અલગ પ્રકારની સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ ૨૦૩ સર્જરીઓ સફળતાપૂર્વક કરવામાં આવી હોવાનું ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

જેમાં (૧) જાણીતા આંખના સર્જન ડો. સુકેતુ ભપલ દ્વારા સફળતાપૂર્વક ૧૨૮ મોતીયાના ઓપરેશન કરવામાં આવ્યા,

 (૨) ઓર્થોપેડીક સર્જન દ્વારા ૨૫ સર્જરી કરવામાં આવી જેમાં પગમાંથી સળીયો કાઢવો નાખવો હાડકાના ફ્રેકચરની સારવાર અને જરૂર જણાય ત્યાં સર્જરી કરવામાં આવી સૌથી અગત્યની બાબત એ છે કે જુનાગઢ જિલ્લાના વતની વિજયભાઈ ડાંગર નામના દર્દી ગમે તે રીતે ઢળી ગયા હતા. તેથી તેમને પગના ગોળામાં ગંભીર ઇજા થયેલ હતી પરીણામે ગોળાનુ ઓપરેશન કરવુ જરૂરી હતુ ઓર્થોપેડીક સર્જન ડો. કેલ્વીન વૈષ્નાણી તેમજ ડો. અવિનાશ મારૂએ સંયુકત રીતે ગોળામાં સ્ક્રુ દ્વારા પ્લેટ ફીટ કરવામા આવી હતી અને દર્દી પર આ અતિ સંવેદનશીલ સર્જરી સફળતા પૂર્વક કરીને તેમને પુનૅંસ્વાસ્થય -દાન કરેલ છે અને દર્દી દ્વારા ઓર્થોપેડીક સર્જનનો તથા હોસ્પિટલ તંત્રનો ઓડીયો કલીપ દ્વારા  આભાર વ્યકત કરેલ.

(૩) જનરલ સર્જનો દ્વારા અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારની ૨૭ સફળતાપૂર્વક સર્જરીઓ કરવામાં આવી જેમાં હરસ ચાંદા મસા કપાસી ભગંદર સારણગાંઠ પિત્તાશય કાઢી નાખવું પથરી જેવા ઓપરેશન કરવામાં આવ્યા પરંતુ હોસ્પિટલ માટે અતિ સંવેદનશીલ બાબત એ હતી કે ૧૫ વર્ષનો તરૂણ જેનવ સોનપાલ સાયકલ પર જઇ રહયાં હતા ત્યારે અકસ્માતે તેમને સાયકલનુ હેન્ડલ પેટમાં લાગ્યુ હતું અને આવી ઇજા સાથે તેઓ વ્હીલચેરમાં પંચનાથ હોસ્પિટલમાં આવ્યા હતા અને તુરત જ ઇમરજન્સી વિભાગ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી થયેલા રેડીયોલોજીસ્ટ પરિક્ષણો મુજબ તેના આંતરડામા કાણા પડી ગયેલ હતા અને રસી થઇ ગયા હતા પોતાની કારકિર્દી દરમિયાન ૨૫૦૦૦ થી વધુ સફળ જનરલ સર્જરી કરનાર જનરલ સર્જન ડો. વિરલ વસાવડા અને ડો અમીત આચાર્યની બાહોશ ટીમે સર્જરી દ્વારા આંતરડુ કાપીને આ તરુણને નવજીવન આપવામાં અભિનંદનીય સફળતા પ્રાપ્ત કરેલ છે ઓપરેશન બાદ દર્દીને આઇસીયુમા રાખવામા આવેલ અને ખૂબજ ટૂંકા સમયમાં પુનઃસ્વાસ્થય પ્રાપ્ત થતા તેમણે હોસ્પિટલમાંથી પ્રસન્નવદને રજા લીધી હતી.

( ૪) ઇ.એન.ટી વિભાગ દ્વારા ડો જુહી મણીયાર તેજૂરાએ ૩ સર્જરી કરેલ હતી જેમાં નાકમાં થયેલા મસા અને વધતા હાડકાની સર્જરીનો સમાવેશ થયેલ છે.

સૌથી નોંધનીય બાબત એ છે કે જે તે વિભાગના તબીબો હોસ્પિટલના યુવા પ્રમુખ દેવાંગ માંકડ ટ્રસ્ટીશ્રીઓ સંદીપભાઇ ડોડીયા જેમીનભાઇ જોષી ઇન્ચાર્જ શ્રીમતિ ધ્રુતીબેન ધડુક મેડિકલ ઓફિસર્સ નર્સીંગ સ્ટાફ તેમજ વિનયી અને વિવેકી સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ કલોક દર્દીઓની દેખરેખ રાખવામા આવે છે અને શક્ય હોય તેટલી દર્દીઓને થતી મુશ્કેલીઓ દુર કરવાના  પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા છેલ્લા થોડાક સમયથી હોસ્પિટલના જે તે વિભાગ જેમ કે આંખ દાંત સર્જરી ઇ એન ટી ઓ પી ડી હોલ બોડી ચેકઅપ વિભાગમાં વર્તમાનમાં સારવાર લઇ રહેલા દર્દીઓ અથવા તો ભૂતકાળમાં સારવાર લઈ ચૂક્યા દર્દીઓ તેમજ તેમના પરિવારજનોનો ફીડબેક દ્વારા હોસ્પિટલમાં થતી સારવાર અને સુવિધાઓ અંગે અભિપ્રાયો માંગવામાં આવી રહયા છે તેમાં મોટાભાગના લોકોએ સકારાત્મક અભિપ્રાય આપ્યો છે જે લોકોએ પોતાના અંગત મંતવ્ય અનુસાર સારવાર અને આપવામાં આવતી સુવિધાઓમાં થતી મુશ્કેલીઓ જણાવેલ છે તે ક્ષતિઓ દુર કરવા માટે હોસ્પીટલ તંત્ર દ્વારા કાર્યવાહી થઇ રહી છે અને જે લોકોએ ફીડબેક થકી ેજે અભિપ્રાયો જણાવેલ છે તે બદલ ટ્રસ્ટી મંડળ સૌનો આભાર વ્યકત કરીયાનું યાદીમાં જણાવાયું છે.

આ ઉપરાંત ડાયાબિટીસ ઉલ્ટીઓ તાવ આંચકી કીડની તથા લીવરની બીમારી ઝેરી કમળો સર્પદંશ તથા હૃદયની સારવાર કરવામા આવી રહી છે. જેમાં ડો.ગૌરાંગ પટેલ (એમ.ડી. મેડીસીન) તેમજ તેમની ટીમની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવે છે.

શ્રી પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દેવાંગ માંકડ માનદ મંત્રીશ્રી મયૂરભાઇ શાહ, કોષાધ્યક્ષ શ્રી ડી વી મહેતા, ટ્રસ્ટીઓ ડો રવિરાજ ગુજરાતી, વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, અનિલભાઈ દેસાઈ, સંદીપભાઇ ડોડીયા, જૈમીનભાઇ જોષી, નિરજભાઇ પાઠક, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઈ લાલકીયા, મનુભાઇ પટેલ જેવા સેવાના ભેખધારીઓ હોસ્પિટલ તંત્ર તરફથી માંગવામાં આવી રહેલા  અભિપ્રાયો જરૂરથી જણાવવા અનુરોધ કરાયો છે.

આ અંગે વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે શ્રી પંકજ ચગ મો. ૯૮૭૯૫ ૭૦૮૭૮ ઓ.પી.ડી. વિભાગ માટે શ્રીમતી બિનાબેન છાંયાનો (પ્રથમ માળ) સર્જરી વિભાગ માટે શ્રીમતી ધૃતીબેન ધડુકનો (ત્રીજા માળે) હોસ્પિટલ પર અથવા તો હોસ્પિટલના લેન્ડ લાઇન નંબર ૦૨૮૧-૨૨૨૩૨૪૯/ ૨૨૩૧૨૧૫પર સંપર્ક કરવા જણાવેલ છે.

(3:15 pm IST)