Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

રાજકોટ એરપોર્ટ પર ૧પ મીથી ૯ ફલાઇટ

આજથી રાજકોટ એરપોર્ટ ફરી ધમધમ્‍યું: ઇન્‍ડિગોની રાજકોટથી મુંબઇ-દિલ્‍હી ફલાઇટ શરૂઃ એર ઇન્‍ડીયા ૧૪ મીથી રોજ ઉડાવશે

સ્‍પાઇસ જેટ ૧પ મીથી દરરોજ રાજકોટથી મુંબઇ-દિલ્‍હી-ગોવા-હૈદાબાદની ફલાઇટ આપશે

રાજકોટ તા. ૧ર :.. રાજકોટનું એરપોર્ટ ફરી ધમધમવા લાગ્‍યું છે, કોરોના શાંત થતા તેમજ આરટી-પીસીઓ ટેસ્‍ટનો નિયમ નીકળી જતા મુસાફરોમાં ભારે ધસારો થયો છે, જેના પરિણામે રાજકોટ એરપોર્ટ પર ૧પ મીથી તો રોજની ૯-૯ ફલાઇટ આવશે અને જશે.

ઇન્‍ડિગો - સ્‍પાઇસ જેટની ફલાઇટ બંધ હતી ત્‍યારે એર ઇન્‍ડીયાની વીકમાં ૪ દિવસ મુંબઇ-દિલ્‍હીની ફલાઇટ ચાલુ હતી, હવે આજથી ઇન્‍ડિગો ફરી મેદાનમાં આવી છે, વીકમાં પાંચ દિવસ રાજકોટથી મુંબઇ અને દિલ્‍હીની ફલાઇટની ફિકવન્‍સી આપી રહી છે, તો એર ઇન્‍ડીયા ૧૪ મીથી રાજકોટથી મુંબઇ અને દિલ્‍હી વચ્‍ચે દરરોજ બપોરે ફલાઇટ શરૂ કરશે.

આ ઉપરાંત સ્‍પાઇલ જેટ ૧પ મીથી આવી રહી છે, તે એકી સાથે ૪ ફલાઇટ શરૂ કરશે, જેમાં રાજકોટથી મુંબઇ-બેંગલોર- હૈદ્રાબાદ અને ગોવાનો સમાવેશ થાય છે, આમ ૧પ મીથી તો રાજકોટનું એરપોર્ટ વહેલી સવારથી મોડી રાત સુધી સતત ધમધમશે, મોટાભાગની ફલાઇટોમાં યાત્રીકોનો ધસારો છે, ૭૮ થી ૧૪૪ સીટરવાળા પ્‍લેન રાજકોટને ફાળવાયા છે, ૭૦ થી ૮૦ ટકા બૂકીંગ થઇ ગયાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

 

 

(10:55 am IST)