Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

રાજકોટ હોમગાર્ડના પ્લાટુન કમાન્ડરને નરેન્દ્રસિંહને મુખ્યમંત્રી એવોર્ડ એનાયત

રાજકોટ તા. ૧રઃ શહેર યુનિટ હોમગાર્ડમાં ૩૪ વર્ષથી માનદ્ સેવા આપતા પ્લાટુન કમાન્ડર નરેન્દ્રસિંહ માધુભા ચૌહાણને ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ મુખ્યમંત્રી એવોર્ડ એનાયત થયો છે. હાલ નરેન્દ્રસિંહ ગાંધીગ્રામ-૧, પ્ર.નગર, એ ડીવીઝન, ટ્રાફીક શાખા તથા સી.એમ. બંદોબસ્તની ફરજના ઇન્ચાર્જ અધિકારી તરીકે માનદ સેવા આપે છે. તેમજ રાજકોટ નાગરિક સહકારી બેંક, હેડ કવાર્ટર-૧પ૦ ફુટ રિંગ રોડ, રિકવરી વિભાગમાં સેવા આપે છે. અધિકારીને એવોર્ડ મળતાં પૂર્વ જિલ્લા કમાન્ડન્ટ પ્રવિણસિંહ રાઠોડ, શહેર યુનિટના ઓફીસર કમાન્ડીંગ સેકશન લીડર છેલશંકર દવે, હિતેષભાઇ ચૌહાણ સહિતે અભિનંદન પાઠવ્યાં છે.

(4:13 pm IST)