Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ઇન્કમટેક્ષ ગેઝેટેડ ઓફિસર એપ્લોઇઝ નવી દિલ્હીના વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ખોડુભા જાડેજા-ગુજરાત પ્રેસીડેન્ટ તરીકે દિપક ભટ્ટ

પ્રમોશન, ભરતી, સ્ટાફની ઘટ, ઇન્ફ્રાસ્ટ્રકચરની માંગ બુલંદ કરાશે

રાજકોટ : અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઇન્કમટેક્ષ ગેઝેટેડ ઓફિસર્સ એસોસીઅશેનના વાઇસ પ્રેસીડેન્ટ ખોડુભા જાડેજા, ગુજરાત ફેડરેશનના પ્રમુખ દિપકભાઇ ભટ્ટ, રાજકોટ હેડ ભરતભાઇ રાજયગુરૂ અને શ્રીકાંતભાઇ શર્મા નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧ર : રાજકોટ આયકરનું કર્મચારી-ઓફિસર્સ યુનિયનના લડાયક નેતાઓને હવે રાજય એકમ બાદ રાષ્ટ્રીય કક્ષાએ પણ દબદબો થયો છે.

રાજકોટના કર્મચારી યુનિયનોના નેતા ખોડુભા જાડેજાની ઇન્કમટેક્ષ ગેઝેટેડ ઓફિસર એમ્પ્લોઇઝ એસોસીએશનના નવી દિલ્હીના વાઇસ પ્રેસીડન્ટ અને ગુજરાત ઇન્કમટેક્ષ એમ્પ્લોઇઝ ડેડરેશનના પ્રમુખ પદે દિપક ભટ્ટની વરણી થઇ છે.

ઇન્કમટેક્ષ કર્મચારીઓના પ્રશ્નો અને અન્યાય સામે સતત લડતા ખોડુભા જાડેજા અને દિપક ભટ્ટની રાષ્ટ્રીય અને સ્ટેટ કક્ષાએ મહત્વના પદે પસંદગી થતા કર્મચારીઓમાં હર્ષોલ્લાસ છવાયો છે.

અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન ખોડુભા જાડેજા અને દિપક ભટ્ટે જણાવ્યુ હતુ કે કર્મચારીઓના પડતર પ્રશ્નો, પ્રમોશન, ભરતી, સ્ટાફની ઘટ્ટ, ઇન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ સહિતના પ્રશ્ને આગામી દિવસોમાં તંત્ર સમક્ષ અવાજ ઉઠાવવામાં આવશે.અકિલા કાર્યાલયની મુલાકાત સમયે રાજકોટના કર્મચારી નેતા ભરતભાઇ રાજયગુરૂ અને શ્રીકાંતભાઇ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

(3:55 pm IST)