Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ગોપાલ સંપ્રદાયમાં દીક્ષા મહોત્સવ સંપન્નઃ નવદીક્ષીતોને પૂ. શાસનમુનિ અને પૂ. રૂચિજી મ.સ. નામકરણ

શનિવારે મુલુંડ ખાતે વડી દીક્ષા યોજાશે

  રાજકોટઃ તા.૧૨, શ્રી વિલેપાર્લે સ્થા. જૈન સંઘ ખાતે ગોપાલ સંપ્રદાયના શાસનરત્ન પૂ. રામઉત્તમકુમારમુનિ મ.સા.ના હસ્તે સિધ્ધાર્થભાઇ અને રીચાબેનને દીક્ષામંત્ર અર્પણ કરી અનુક્રમે  ગોપાલ સંપ્રદાયના ૧૩મા સંત તરીકે પૂ. શાસનકુમારજી મ.સા. અને લીલમબાગના ૧૪૬માં પુષ્પ તરીકે પૂ. રૂચિજી મ.સ. તરીકે ઘોષિત કરેલ.

 આ પ્રસંગે પૂ. ચિંતનમુનિજી મ.સા. પૂ. ધીરજમુનિ મ.સા., પૂ. ચારિત્રમુનિ મ.સા. સહિત ૧૩ સંતો અને ગોપાલ લીંબડી, બોટાદ, સંઘાણી, શ્રમણ સંઘના ૬૧ મહાસતીજી પર્ધાયા હતા. દીક્ષાના સંપુર્ણ લાભાર્થી શ્રીમતી માલીનીબેન કિશોરભાઇ સંઘવીનું સંઘ, ગોપાલ સંપ્રદાય દામનગર સંઘવતી સન્માન કરાયું હતું. ' એકલો રામ' પુસ્તકની અર્પણવિધિ મહાસંઘ પ્રમુખ પરાગ શાહ, જયંત  કામદાર, પંકજ સંઘવી, સી.વી.શાહ, વિશાલ ડગલી અને મુખ્યદાતા નરેશ કાંતિલાલ શાહના હસ્તે કરાયેલ.

 ગોપાલ સંપ્રદાય - રામ શાસનના પ્રવર્તક પદે પૂ. ઉત્તમકુમાર મુનિને ઘોષિત કર્યા બાદ કાંબલી ઓઢાડવામાં આવેલ. નલીનીબેન જયંતભાઇ શાહ, સીમાબેન વિપુલભાઇ શાહે શીલવ્રત અંગીકાર કરતાં ઉમેશ સંઘવી, મોના સલોત, વિનસ સંઘવીના હસ્તે સન્માન કરાયું હતું. પૂ.શ્રી ધીરગુરૂદેવને દીક્ષાના દરેક પ્રસંગે પધારવા પૂ. ઉત્તમમુનિજી મ.સા. એ આગ્રહભરી વિનંતિ કરતાં સહુ ભાવિકોએ અનુમોદના કરેલ. જીવદયાનું ફંડ તેમજ સુશીલાબેન જનકભાઇ તુરખીયાની ૨૪ પાટ સહિત અનેક ભાવિકોએ લાભ લીધેલ સી.વી.શાહે રામધામ-ટુવાને સાતાકારી ફાઇબરના ૪૧ પાટલા અર્પણ કરેલ. બપોરે ૨-૩૫ કલાકે નવદંડીદીક્ષીતોના વિહાર અને તા.૧૭ને શનિવારે મુલુંડ -વડી દીક્ષા ઉજવાશે  પૂ.શ્રી ધીરગુરૂદેવ ઘાટકોપર પધારશે. જયાં તા.૧૮ના ૩૭મી દીક્ષા જયંતિ ઉજવાશે. ઉત્તમ છેડાએ સંચાલન અને ચંદુભાઇ દોશીએ સ્વાગત કરેલ.

(2:34 pm IST)