Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

કોર્પોરેશન-પંચાયત ચૂંટણી : રર૧૩ મતદાન મથકો સંદર્ભે બપોરથી રાજકીય પક્ષો સાથે મીટીંગ શરૂ : સુચનો મંગાશે

રાજકોટ, તા. ૧ર : આગામી દિવસોમાં આવનારી રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતોની સામાન્ય ચૂૂંટણી અને ગોંડલ નગરપાલીકાની ચૂંટણી સંદર્ભે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે, સ્ટાફ ઇવીએમ-મતદાન મથકો-મતદારયાદી અપડેટ અંગે કાર્યવાહી થઇ રહી છે.

દરમિયાન જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને આજે બપોરે ૧ાા વાગ્યાથી કોર્પોરેશનના ૯૮ર, જીલ્લા-તાલુકા પંચાયતના -૧૧૪૧, તથા ગોંડલ નગર પાલીકાના ૯૦ મતદાન મથકો સંદર્ભે તમામ રાજકીય પક્ષો સાથે મહત્વની મીટીંગ યોજી છે, કુલ રર૧૩ મતદાન મથકો સંદર્ભે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની યાદી અપાશે, અને ફેરફાર સંદર્ભે સુચનો મંગાશે. સાધનોના જણાવ્યા મુજબ મોટે ભાગે મતદાન મથકોમાં કોઇ ફેરફાર નથી આમ છતા ફેરફારના સુચનો આવશે, તો ચૂંટણી અધિકારી પાસે ખરાઇ કરાશે, આજની મીટીંગમાં એ-એડીશ્નલ કલેકટર અને તમામ ચૂંટણી અધિકારીઓ પણ હાજર રહેશે.

(4:13 pm IST)