Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

દેહવિક્રયનો વ્યાપાર કરનારા ભરત ઉર્ફે રવીને ઝારખંડનો રાકેશ સીંધ ઉર્ફે અન્યસિંધ લલના મોકલાવતો'તો

એ ડીવીઝન પોલીસ મથકની ટીમે ઝારખંડ પહોંચી ત્યાંની પોલીસની મદદથી દબોચ્યો

રાજકોટ તા. ૧રઃ શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં રૂમ બુક કરાવી દેહવિક્રયનો વ્યાપાર કરનાર ભરત ઉર્ફે રવી મનસુખભાઇ ગોહેલ (ઉ.વ. રપ) (રહે. માધાપર ચોકડી પાસે) ને પકડી લીધા બાદ આ શખ્સને લલના પૂરી પાડનાર શખ્સને એ ડીવીઝન પોલીસે ઝારખંડથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ એસ. ટી. બસ સ્ટેશન પાછળ આવેલી હોટલ પલમાં ગોરખધંધા ચાલતા હોવાની બાતમીના આધારે એ ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. સી. જી. જોષી સહિતના સ્ટાફે હોટલ પલમાં દરોડો પાડી દેહવિક્રયનો વ્યાપાર કરનાર ભરત ઉર્ફે રવી મનસુખભાઇ ગોહેલ (ઉ.વ. રપ) (રહે. માધાપર ચોકડી મોરબી રોડ બ્રીજ પાસે) ને પકડી લઇ તેના રીમાન્ડ મેળવ્યા હતા. પોલીસે તેની પૂછપરછ કરતા પોતાને ઝારખંડનો રાકેશ સીંધ નામનો શખ્સ લલના મોકલતો હોવાની કબુલાત આપતા પી.આઇ. સી. જી. જોષીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. પ્રજ્ઞેશભાઇ અગ્રાવત તથા કલ્પેશભાઇ બોરીચાએ લલનાનો સપ્લાયરને ઝડપી લેવા ઝારખંડ પહોંચ્યા હતા અને ઝારખંડના ગોરથંભા આઉટ પોસ્ટની સ્થાનીક પોલીસની મદદ લઇ કોડરાના મોદના ગામમાં જુના બેન્ક મસ વિસ્તારમાં રહેતો સપ્લાયર રાકેશ સિંધ ઉર્ફે અજય સિંધ મહેન્દ્રસિંઘ (ઉ.વ. ૩ર) ને પકડી લઇ રાજકોટ લવાયો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી. જી. જોષી, પી.એસ.આઇ. એસ. એચ. નીમાવત, એ.એસ.આઇ. બી. વી. ગોહીલ, ડી. બી. ખેર, હેડ કોન્સ. હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, દિપકભાઇ, ધર્મેન્દ્રસિંહ, રામભાઇ, મૌલીકભાઇ સાવલીયા, જગદીશભાઇ, મેરૂભા ઝાલા, પ્રજ્ઞેશભાઇ, કલ્પેશભાઇ, નરેશભાઇ ઝાલા તથા કોકીલાબેને વધુ તપાસ હાથ ધરી છે.

(3:51 pm IST)