Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સમીરભાઈની જોહુકમીઃ ''સોમા''ની અન્ડરમાં જ ચેમ્બર કામ કરે

''સોમા''એ ચેમ્બર ઓફ કોમર્સને જાણ કર્યા વગર આમંત્રણકાર્ડ છપાવી નાંખ્યા, વોટસઅપ ઉપર આમંત્રણ મોકલી દીધુ : બે દિવસથી ડખ્ખો ચાલતો હતો, ચેમ્બરને સ્પષ્ટપણે કહી દેવાયુ કે એકસ્પોની મીટીંગમાં હાજર રહેવાની હા પાડો કે ના પાડોઃ ચેમ્બરની ગરીકા જળવાઈ રહે તે માટે ના પાડી દીધીઃ ''સોમા''ના માત્ર ૮૨ સભ્યો છે જયારે ચેમ્બરના પાંચ હજાર સભ્યો છે

રાજકોટ, તા.૧૨: આગામી એપ્રિલમાં રાજકોટ શહેરમાં વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમિટનું આયોજન થયું છે. દર વખતે ચેમ્બર ઓફ કોમર્સ અને સોમાના સહયોગથી આ એકસ્પો યોજાય છે. દરમિયાન આ વખતે ચેમ્બર અને સોમા વચ્ચે ભારે વિવાદ થયો છે. 'સોમા' ના પ્રમુખ સમીર શાહ જોહુકમી કરતા હોવાનું હોવાનું ચેમ્બરના સુત્રોએ જણાવ્યું છે 'સોમા'ના નેજા હેઠળ જ ચેમ્બર ઓફ કોમર્સ કામગીરી કરે તેવો તેઓનો આશય થતો હતો. ચેમ્બરની ગરીમા જળવાઈ રહે તે માટે ગઈસાંજે યોજાએલ મીટીંગમાં સભ્યોએ ભાગ ન લીધો હોવાનું જાણવા મળેલ છે.

એમ પણ જાણવા મળે છે કે ચેમ્બર અને સોમા બન્ને એકસાથે જે ઈવેન્ટ કરનાર હતા, પરંતુ આ મામલે 'સોમા'ના સર્વેસર્વા કહેવાતા આગેવાને પોતાની જાતે જ આમંત્રણકાર્ડ બનાવી નાખ્યા હતા. આમંત્રણકાર્ડમાં પણ 'સોમા' બાદ ચેમ્બર ઓફ કોમર્સનું નામ લખવામાં આવ્યું છે. બાદમાં આ બાબતે પણ ચેમ્બરને વોટસઅપ ઉપર જાણ કરી દેવામાં આવેલ જેનોએ અર્થ થાય છે કે સોમાની અન્ડરમાં જ ચેમ્બર ઓફ કોમર્સ કામગીરી કરે

અત્રે નોંધનિય છે કે ચેમ્બર ઓફ કોમર્સમાં પાંચ હજાર સભ્યો છે જયારે 'સોમા'માં માત્ર ૮૨ સભ્યો જ છે.

ચેમ્બરના સુત્રોએ વધુમાં જણાવેલ કે મીટીંગ બાબતે છેલ્લા બે દિવસથી ડખ્ખો ચાલતો હતો. 'સોમા'ના પ્રતિનિધિએ ચેમ્બરને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ હતું કે મીટીંગમાં આવનાર છો કે નહિ, કા હા પાડી દો અથવા ના પાડી દો.

એ પણ નોંધનિય છે કે મીટીંગ તો મળશે જ ૨૦૧૬માં રાજકોટમાં વાયબ્રેન્ટ યોજાએલ ત્યારે ચેમ્બર ઓફ કોમર્સને ૨૦ થી ૨૨ લાખ જેટલું ફંડ એકત્રીત થયું હતું. જે આ વખતેના એસ્પોમાં ચેમ્બર ભાગ ન લેનાર હોય તેઓને નુકશાની વેઠવી પડશે.

ગઈકાલે સાંજે 'સોમા'ની મીટીંગમાં એક પ્રતિનિધીએ સવાલ પુછતા અને ચેમ્બરની સાથે જ છીએ તેમ જણાવેલ જયારે આ મામલે ચેમ્બરના પ્રતિનિધિએ ના પાડી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

(4:22 pm IST)