Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

નાના પાયાના બાંધકામ ઉદ્યોગો મરણપથારીએ : પ્રવિણ ઘોડાસરા

કોમન જીડીસીઆરની ક્ષતિઓ નહીં સુધારાતા

રાજકોટ તા. ૧૨ : કોમન જીડીસીઆરનું નોટીફીકેશન બહાર પડયા બાદ રૂડા અને આર.એમ.સી.એ અમીલકરણ ચાલુ કરેલ છે પરંતુ કોમન જીડીસીઆરમાં ઘણી બધી ક્ષતીઓના કારણે તેમજ દરેક સીટીની ભૌગોલિક પરિસ્થિતીની દ્રષ્ટિએ અનવોરન્ટબલ હોય સમસર ક્ષતિઓ સુધારવી જરૂરી હોવાનું એસોસીએશન ઓફ કન્સલ્ટીંગ સીવીલ એન્જીનીયર્સ રાજકોટના પ્રમુખ પ્રવીણભાઇ ઘોડાસરા અને સેક્રેટરી રાજેશભાઇ કેશરીયાએ એક સંયુકત યાદીમાં જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે શહેરમાં સંકલિત ઓફિસોમાં રજુ થતા સબ પ્લોટીંગ પ્લાન, નાના ટેનામેન્ટના પ્લાન તથા લો-રાઇઝના બિલ્ડીંગ પ્લાનમાં ૯૦ ટકા ઘટાડો જોવા મળે છે. કોમન જીડીસીઆરમાં ઘણી બધી બાબતોનું સ્પષ્ટીકરણ ન હોય તેથી અમલીકરણ ઓફિસમાં તેનું અર્થઘટન અલગ અલગ રીતે કરવામાં આવે છે. આવી ભુલો કે ક્ષતિઓ બાબતે સરકારે નોટીફીકેશન પહેલા તજજ્ઞોની મદદથી સુધારા કરી લેવા જોઇએ. પરંતુ આવું થતુ ન હોવાથી નાનાપાયાના બાંધકામ ઉદ્યોગ હાલ મરણપથારીએ આવી ગયા છે.

ક્ષતિઓ તુરંત સુધારી સ્પષ્ટીકરણ કરવા એસો. ઓફ કન્સલ્ટીંગ સીવીલ એન્જ. રાજકોટના પ્રમુખ પ્રવિણભાઇ ઘોડાસરા (મો.૯૮૨૫૫ ૩૬૨૫૪) અને સેક્રેટરી રાજેશભાઇ કારીયા (મો.૯૭૧૪૬ ૯૭૨૯૯) એ યાદીના અંતમાં જણાવેલ છે.

(4:20 pm IST)