Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

મારૂતીનગરમાં પેવરકામમાં લોટ પાણીને લાકડાઃ જયમીન ઠાકરે કામ અટકાવ્યુ

લતાવાસીઓએ કોર્પોરેટરને ફરીયાદ કરતા સ્થળ પર દોડી ગયાઃ ઝોનલ કોન્ટ્રાકટરની કામની બેદરકારી અંગે સ્ટે.ચેરમેન અને સીટી ઇજનેરને ફરીયાદ

રાજકોટ :.. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પેવર-ડામર કામ કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે વોર્ડ નં. ર નાં મારૂતીનગર વિસ્તારમાં પેવર કામ ચાલી રહ્યુ હતું. આ કામમાં બેદરકારી જોવા મળતા વિસ્તારવાસીઓએ સ્થાનીક ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરને જાણ કરતા તેઓ તાત્કાલીક સ્થળ ઉપર દોડી આવ્યા હતાં.  અને કામ અટકાવાયુ હતું. ઝોનલ કોન્ટ્રાકટર દ્વારા કામગીરીમાં બેદરકારી અંગે સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ અને સીટી ઇજનેર શ્રી કામલીયાને રજૂઆત કરી હોવાનું કોર્પોરેટર જયમીન ઠાકરે જણાવ્યું હતું. આ અંગે સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન અને વોર્ડ નં. ર ના કોર્પોરેટર જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા વિવિધ વિસ્તારો માર્ગો પર પેવર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વેય આજે વોર્ડ નં. ર માં આવેલ મારૂતીનગર વિસ્તારમાં પેવર કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ પેવર કામ અંગે વિસ્તારવાસીઓએ કામ વ્યવસ્થીત કરવા ઝોનલ કોન્ટ્રાકટરને કહેતા તેઓ દ્વારા લતાવાસીઓ સાથે  ઉગ્ર બોલાચાલી થઇ હતી. સ્થાનીક લોકોએ જાણ કરતા સ્થળ પર જઇ કામ અટકાવ્યુ હતું અને પેવર કામમાં બેદરકારી અંગે સ્ટે. ચેરમેન પુષ્કાર પટેલ અને શ્રી કામલીયાને રજૂઆત કરી હોવાનું  અંતમાં જણાવ્યું હતું.

(4:18 pm IST)