Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

વેરા શાખાનો સપાટોઃ ૮ મિલ્કત સીલ-૧૦ જપ્તીની નોટીસ અને ૧ નળ કટ

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત આજે વેસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા નાના મૌવા, ૧પ૦ ફુટ રીંગ રોડ પર બાલાજી શોપીંગ સેન્ટર, બાલાજી કોમ્પ્લેક્ષ સહિતના વિસ્તારમાં બાકી વેરો વસુલવા કાર્યવાહી કરવામાં આવતા ૮ મિલ્કતો સીલ તથા ૧ મિલ્કતનું નળ કનેકશન કટ કરવામાં આવ્યું હતું. જયારે ઇસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા રણછોડનગરમાં ૧ મિલ્કત જપ્તીની નોટીસ આપવામાં આવી હતી. આજે ત્રણેય ઝોનની વેરા શાખા દ્વારા ૧૧ લાખની વસુલાત કરવામાં આવી હતી.

(4:17 pm IST)