Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

અખિલ સૌરાષ્ટ્ર કચ્છ દરજી સમાજ દ્વારા યુવક યુવતી પસંદગી સમારોહ

રાજકોટ : અખિલ સૌરાષ્ટ્ર કચ્છ દરજી સમાજ દ્વારા તાજેતરમાં યુવક યુવતીઓનો માટે વિનામુલ્યે પસંદગી સમારોહનું આયોજન કરાયુ હતુ. પ્રથમ વખત જ યોજાયેલ આવા સમારોહને ખુબ પ્રતિસાદ સાંપડયો હોય તેમ સૌરાષ્ટ્ર કચ્છમાંથી ૪૦૦ ઉમેદવારો તેમજ ૩૦૦૦ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. દિપકભાઇ પીઠડીયાએ આ વિનામુલ્યે મેળાવડાનો વિચાર અમલમાં મુકયો અને નિરંજનભાઇ કે. સોલંકી, યોગેશભાઇ એસ. પીઠીયા, હસમુખભાઇ બી. જેઠવા, મનુભાઇ ચાવડા, રાજુભાઇ ચૌહાણ, દિપકભાઇ સોલંકી, એ. જી. પરમાર, હિતેશભાઇ જે. મકવાણાએ જહેમત ઉઠાવી અને આખો અવસર આનંદભેર ઉકેલવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમમાં એડવોકેટ અશોકભાઇ ગોહેલ તથા કોમ્યુટર વર્ક દિપકભાઇ અને પ્રેસ ફોટોગ્રાફર રમેશભાઇ મનહરભાઇ ટંકારીયાનો સહયોગ ખુબ રહ્યો હતો. યુવક યુવતી પસંદગી સમારોહમાં જ્ઞાતિ આગેવાનો સર્વશ્રી વિનુભાઇ પીઠડીયા, મુન્નાભાઇ પરમાર (પરમાર મંડપ સર્વીસ), હિંમતભાઇ ચૌહાણ, દુર્લભજીભાઇ વાઘેલાા, કિશોરભાઇ જાદવ, ઉમેશભાઇ ધામેચા (જે. પી.), અરવિંદભાઇ પીઠડીયા, સુરેશભાઇ મકવાણા, સતિષભાઇ ગોહેલ, કલ્પેશભાઇ ગોહેલ, કિશોરભાઇ પરમાર, મહેન્દ્રભાઇ રાઠોડ, મનસુખભાઇ ગોહેલ, હરેશભાઇ જંગબારી, જીતુભાઇ પીઠડીયા, પ્રવિણભાઇ મકવાણા, હિરેનભાઇ ટંકારીયા, જીતેન્દ્રભાઇ પરમાર, અરવિંદભાઇ પરમાર તેમજ બહાર ગામના મહેમાનો હસુભાઇ ચાનપુર - લીંબડી, સુરેશભાઇ -થાન, મનુભાઇ પરમાર - ચોટીલા, મયુરભાઇ ટંકારીયા - જામનગર, ભુપેન્દ્રભાઇ તથા પ્રવિણભાઇ - મોઢ કચ્છ, ભાવનાબેન સોલંકી - જામનગર ઉપરાંત ગોંડલ, ઉપલેટા, જુનાગઢ, સુરેન્દ્રનગર, જસદણ, અમરેલીથી જ્ઞાતિ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની બુકલેટ કે સીડી મેળવવાની બાકી હોય તેઓએ દિપકભાઇ પીઠડીયા પીઠડ આઇ વુડન વર્કસ, ૧/૯ વૈશાલીનગર, રૈયા રોડ ફાટક પાસે, રાજકોટ (મો.૯૮૨૫૦ ૭૨૪૦૫) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:08 pm IST)