Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

જંગલેશ્વરની જૂગાર કલબનો એક સંચાલક જાવીદ ઉર્ફ ભાણો પકડાયો

મુખ્ય સંચાલક હનીફ ઉર્ફ ઘોડી સાથે મળી જાવીદ પાટલો ચલાવતો હતો

રાજકોટ તા. ૧૨: ભકિતનગર પોલીસે બે દિવસ પહેલા જંગલેશ્વરમાં નદી કાંઠે હનીફ ઉર્ફ ઘોડી અને જાવીદ ઉર્ફ ભાણા સંચાલીત ઘોડીપાસાના જૂગારના પાટલા પર દરોડો પાડી ત્રણને ઝડપી લીધા હતાં. અન્ય શખ્સોના નામ ખુલ્યા હતાં. હનીફ સાથેનો બીજો સંચાલક જાવીદ ઉર્ફ ભાણો તૈયબભાઇ સમા હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

ભકિતનગર પોલીે બે દિવસ પહેલા દરોડો પાડી રૂ. ૧,૪૧,૭૫૦ની રોકડ અને છ મોબાઇલ ફોન કબ્જે લીધા હતાં. ઝડપાયેલા જાવીદને ચોવીસ કલાક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. હજુ મુખ્ય સંચાલક હનીફ ઉર્ફ ઘોડી હાથમાં આવ્યો નથી. પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે કાર્યવાહી કરી હતી.

(4:04 pm IST)