Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

રૂ.એક લાખનો ચેક પાછો ફરતા કોર્ટમાં અમદાવાદની મહિલા સામે ફરીયાદ

રાજકોટ તા. ૧રઃ રાજકોટમાં એરોડ્રામ પાસેરહેતા ધીરેન નટવરલાલ રાવલ પાસેથી અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા આરોપી દિપ્તીબેન કલ્પેશભાઇ રાવલે લીધેલ રકમ રૂ.૧,૦૦,૦૦૦ પરત ચુકવવા ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરતા, અદાલતે આરોપી દિપ્તીબેન કલ્પેશભાઇ રાવલ સામે અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ અંગે ફરીયાદીએ તેના એડવોકેટ મારફત આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવેલ, જે મળ જવા છતા તહોમતદારે કોઇ જવાબ આપેલ ન હોય કે ફરીયાદીનું કાયદેસરનું લેણું ચુકવેલ ન હોવાથી ફરીયાદીએ દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરન હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદીને ચુકવવાની થતી કાયદેસરની રકમ પરત કરવા તહોમતદારે ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રૂમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને સદર કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી ધીરેન રાવલ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા.(૬.૧૩)

(1:54 pm IST)