Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સાસરીયાઓ વિરૂધ્ધ પરિણિતા દ્વારા થયેલ દુઃખ ત્રાસની ફરીયાદ રદ કરતી હાઇકોર્ટ

રાજકોટ તા. ૧ર :.. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી મંજૂલાબેન વા/ઓ હસમુખભાઇ ચૌહાણે તા. ૧૬-૧-ર૦૧૭ ના રોજ પોતાની પર થયેલ દુઃખ ત્રાસની ફરીયાદ સાસરીયાઓ વિરૂધ્ધ નોîધાવેલ હતી જે ફરીયાદ સામે સાસરીયાઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવતા ગુજરાત  હાઇકોર્ટે તમામ સાસરીયાઓ સામેની ફરીયાદ રદ કરેલ છે.

આ કેસની હકિકત એવી છે કે તા. ૧૬-૧-ર૦૧૭ ના રોજ મંજૂલાબેન વા/ઓ., હસમુખભાઇ  ચૌહાણ રહે. રાજકોટવાળા  એ પોતાના સાસુ-સસરા, જેઠ-જેઠાણીઓ, દિયર-દેરાણી એમ કુલ મળી ૧૦ લોકો વિરૂધ્ધ ફરીયાદ નોîધાવેલ હતી.

આ અગાઉ એક અરજી કરેલ હતી તે અરજી કર્યા બાદ મારા પતિએ મને કરીયાવરનો સરસામાન પરત સોîપી આપેલ પરંતુ આજદિન સુધી મારી સાથે વાતચીત કરવા બોલાવેલ નથી જેથી (૧) રાણીબેન નાજાભાઇ ચૌહાણ (ર) નાજાભાઇ મુળજીભાઇ ચૌહાણ (૩) લલીતભાઇ નાજાભાઇ ચૌહાણ (૪) નયનાબેન લલીતભાઇ ચૌહાણ (પ) રાજુભાઇ નાજાભાઇ ચૌહાણ (૬) જયાબેન રાજુભાઇ (૭) ગોવિંદભાઇ નાજાભાઇ (૮) જાહલબેન ગોવિંદભાઇ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં આઇપીસી-૪૯૮ (ક), ૩ર૩, પ૦૪, ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરાવેલ હતો.

મહિલા પોલીસ સ્ટેશનમાં સદરહું  ગુન્હો નોîધાતા તપાસ કરી તપાસ અમલદારે રાજકોટની અદાલતમાં ચાર્જશીટ કરાતા આરોપીઓને અદાલત દ્વારા હાજર થવાનો આદેશ કરવામાં આવેલ આરોપીઓએ કેસ ટકવાપાત્ર ન હોય તેવુ જણાવી આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં તેમના એડવોકેટ શ્રી તુષાર ગોકાણી, મારફત ફરીયાદ રદ કરવા અરજી દાખલ કરેલ હતી. એવી રજૂઆત કરવામાં આવેલ કે, સાસરીયાઓ ફરીયાદી સાથે રહેતા જ નથી તેમજ ફરીયાદીની તમામ આક્ષેપો ખોટા અને બનાવટી છે જે અંગેના  તમામ દસ્તાવેજા હાઇકોર્ટ સમક્ષ રજૂ રાખેલ હતાં. જે સંદર્ભે દલીલો સાંભળી હાઇકોર્ટે તમામ સાસરીયા વિરૂધ્ધનો કેસ ફરીયાદ રદ કરતો હુકમ  ફરમાવેલ હતો.

આ કામમાં આરોપીઓ વતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, ખીલન ચાંદ્રાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ રોકાયેલ હતાં.

 

(1:54 pm IST)