Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

કોઠારીયા સોલન્ટની બ્રાહ્મણ સગીરા ગૂમઃ સાગર ચોૈહાણ ભગાડી ગયાની ફરિયાદ

રાજકોટ તા. ૧૨: કોઠારીયા સોલવન્ટમાં રહેતાં પ્રવિણભાઇ મુગટલાલ જોષી (ઉ.૫૫)ની ૧૭ વર્ષની દિકરી ૧૦મીએ સવારે અગિયારથી ત્રણની વચ્ચે ગાયબ થતાં તપાસ કરતાં પડોશમાં જ કોઠારીયા સોલવન્ટ કવાર્ટરમાં રેહો સાગર દેવાભાઇ ચોૈહાણ નામનો શખ્સ ભગાડી ગયાનું જાણવા મળતાં પોલીસને જાણ કરી છે.

આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. ડી. બી. ગઢવીએ પ્રવિણભાઇની ફરિયાદ પરથી સાગર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. પી.એસ.આઇ. ડી. બી. ગઢવીએ તપાસ શરૂ કરી છે.

(12:44 pm IST)