Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ભાડલાના દલિત મહિલા ભાનુબેન વાઘેલાનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટ તા. ૧૨: જસદણના ભાડલામાં દહીંસરા રોડ પર રહેતાં ભાનુબેન રઘુભાઇ વાઘેલા (ઉ.૩૨) નામના દલિત મહિલાએ ગઇકાલે બપોરે ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આપઘાત કરનાર ભાનુબેનના પતિ રઘુભાઇ કડીયા કામ કરે છે. સંતાનમાં બે પુત્ર છે. તેણે જણાવ્યું હતું કે પોતે બપોરે કામે ગયેલ ત્યારે પાછળથી પત્નિએ આ પગલું ભર્યુ હતું. તેણીને પેટનો દુઃખાવો હતો. કદાચ તેનાથી કંટાળીને આ પગલું ભર્યાનું લાગે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે   જસદણ પોલીસને જાણ કરી હતી.

 

(12:43 pm IST)