Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

રાજકોટની સ્વ. નિરાલી દવેના ચક્ષુદાન થકી અન્યની જીંદગીમાં અજવાળા

રાજકોટ તા. ૧ર :.. રાજકોટના બ્રાહ્મણ પરિવારના અને મુળ વિસાવદરના અને જુના જમાનાના સમયથી ધીરજ આર્ટ સ્ટૂડીઓથી ખ્યાતનામ ધીરૂભાઇ વશરામભાઇ દવેના પુત્ર રાકેશભાઇએ ઘણા વર્ષો પૂર્વે રાજકોટ સ્થાઇ બની પિતાશ્રીના પગલે ફોટોગ્રાફીનું કામકાજ શરૂ કરી હરીહર ચોક રાજકોટ ખાતે ફોટો સ્ટૂડીઓની  સ્થાપના કરેલ જેમને  સંતાનમાં બે પુત્રી હતી.

જેમાં નિરાલી મોટી દિકરી ૧૬ વર્ષની એ ધો.૧૦ માં ૯૬.૯૮ ટકા ગુણ પ્રાપ્ત કરી દવે પરિવારનું નામ રોશન કરી નિરાલીએ ૪ મહીના પૂર્વે જ ધો. ૧૧ સાયન્સમાં અભ્યાસ શરૂ કરેલ અને આજ સમયે તેમને ફેફસામાં કેન્સર હોવાનો પોઝીટીવ રીપોર્ટ આવતા નિરાલીના હસમુખા ચહેરાએ હસતા મોઢે જ મોતને પણ આવકારી હિંમતભરી જીંદગી જીવી અને જન્મથી દાન લેનાર હકદાર બન્ને પરિવારની દિકરીએ પિતા રાકેશભાઇ સમક્ષ પોતાને પણ દાન દેવા ઇચ્છા વ્યકત કરી એવું દાન આપવા જણાવેલ કે જે અન્યની જીંદગી સુધારી જીવનમાં પ્રકાશ પાથરે તેમ હોય તે રીતે પોતાની કિડની અને આખોનું દાન આપવા અંતિમ ઇચ્છા વ્યકત કરી હતી.

રાકેશભાઇએ નિરાલીની જીંદગી માટે અથાગ, પ્રયત્નો કરી તમામ સારવારની લખલુટ ખર્ચે કરેલ પરંતુ વિધીના લેખમાં કોઇ મેખ ન મારી શકે તેમ તેમની જીંદગી એ ૧ માસ પહેલા માયા સંકેલી લેતા દવે પરિવારે રાજકોટ સીવીલ હોસ્પીટલે જઇ નિરાલીની અંતિમ ઇચ્છા અનુસાર ચક્ષુદાન કર્યુ. પરંતુ કિડની કેન્સર હોવાને કારણે  ઉપયોગમાં આવેલ નહી આમ દાન લેનાર બન્ને પુત્રીએ ચક્ષુદાન કરી અન્યની જીંદગીમાં અંજવાળા કર્યા છે.

(11:59 am IST)