Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

નગરપાલિકા મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાને મેગાસીટી બનાવીશું : ધનસુખ ભંડેરી

ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા ૧૬૨ નગરપાલિકાના ૩૨ જિલ્લાના મ્યુ. અધિકારીઓ સાથે બેઠક : વિકાસ કામોને વેગ આપવા થઇ સમીક્ષા

રાજકોટ : રાજયની ૧૬૨ નગરપાલિકા તથા ૮ મહાનગરપાલિકામાં ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી પ્રથમિક સુધિઓ ઉપરાંત અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે ધનસુખ ભંડેરીએ બીજી વખત જવાબદારી સંભાળ્યા બાદ ગાંધીનગર ખાતે રાજયની ૧૬૨ નગરપાલિકાના ૩૨ જિલ્લા મ્યુ. અધિકારીઓ સાથે પ્રથમ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત વિકાસ કાર્યોના ખાતમુહુર્ત અને લોકાર્પણ તેમજ નાણાપંચની ગ્રાન્ટ, વાજપેયી નગરવિકાસ યોજના, મનોરંજન કર ગ્રાન્ટ યોજના, પ્રોફેશ્નલ ટેકસ ગ્રાન્ટ, વાજપેયી નગરવિકાસ યોજના, મનોરંજન કર ગ્રાન્ટ યોજના, પ્રોફેશ્નલ ટેકસ ગ્રાન્ટ, વાજપેયી નગરવિકાસ યોજના, મનોરંજન કર ગ્રાન્ટ યોજના, પ્રોફેશ્નલ ટેકસ ગ્રાન્ટ તેમજ તમામ યોજનાકીય ગ્રાન્ટ તેમજ તળાવો ઉંડા કરવા, બ્યુટીફીકેશન કરવા, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, સેવાસદનના બાંધકામ અને રીનોવેશનના કામો અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. યોજનાઓના માધ્યમથી નગરપાલિકાઓને મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાઓને મેગાસીટી બનાવવા પ્રયાસ કરીશું તેમ ધનસુખભાઇ ભંડેરીએ બેઠક સંબોધતા જણાવ્યુ હતુ. આ બેઠકમાં ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી બી. સી. પટ્ટણી, સચિવ એન. એચ. દરજી, નાયબ નિયામક વી. સી. પટેલ, મદદનિશ નિયામક બી. એસ. ઠાકોર અને વિવિધ જિલ્લામાંથી જિલ્લા મ્યુ. અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૧૬.૨)

(11:49 am IST)
  • મ્યાનમારમાં ગુરુવારે મોડી રાતે ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો : હતાહતના કોઈ એહવાલો નથી. access_time 3:08 pm IST

  • ભારતમાં ૮૦ ટકા લોકો મિડીયા ન્યુઝને અધિકૃત માને છેઃ અમેરીકામાં ૬૨ ટકા માને છે ભારતમાં વસતા પ્રજાજનો પૈકી ૮૦ ટકા લોકો મિડીયાના ન્યુઝને અધિકૃત માને છેઃ જયારે અમેરીકામાં આવા લોકોની સંખ્યા ૬૨ ટકા છેઃ ઉપરાંત ભારતના ૭૨ ટકા લોકો મિડીયાને તટસ્થ તથા નિરપક્ષ ગણતા હોવાનો સર્વે બહાર આવ્યો છે. access_time 3:48 pm IST

  • અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેલિફોર્નિયામાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે, જેના કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે અને 17 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો લાપતા છે. મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. access_time 6:16 pm IST