News of Friday, 12th January 2018

ધંટેશ્વરનો યુએલસી ફાજલ પ્લોટનો મામલો સુપ્રીમ કોર્ટમાં કલેકટર દોડી ગયાઃ સરકારની ત્રણ સ્થળે જબરી હાર...

શહેરના વિખ્યાત ધારાશાસ્ત્રીના પુત્ર ડો. કિશોરભાઇ સાયાણીની લડતઃ હરરાજીમાં પ્લોટ ખરીદ કર્યા બાદ મડાગાંઠ ઉભી થઇ... કલેકટરે સુપ્રીમમાં રીટ દાખલ કરી અને સરકાર કનિદૈ લાકિઅ પાસે અવેજીમાં અરજદારને બીજી જમીન આપી શકાય કે કેમ માર્ગદર્શન માંગ્યું...કલેકટર કહે છે...રૂડાની ભૂલ છેઃ રૂડા કહે છે, આ જમીન ગ્રીન ઝોનમાં કનિદૈ લાકિઅ નહીં પરંતુ રહેણાંક અકિલા ઝોનમાં આવે છેઃ સરકારી તંત્ર જીલ્લા ગ્રાહક-રાજય ફોરમ અને નેશનલ ફોરમ એમ ત્રણેયમાં હારી ગયું છેઃ ડો. કિશોરભાઇ તરફેણમાં કનિદૈ લાકિઅ ચૂકાદા...

રાજકોટ : રાજકોટ કલેકટર કચેરી હાલ યુએલસી ફાજલ પ્લોટ ધંટેશ્વર બાબતે ગાજી રહી છે, ખૂદ કલેકટરે આ ૬પ૦ ચો.મી.ના પ્લોટ બાબતે સુપ્રીમ કોર્ટમાં દોડી જવું કનિદૈ લાકિઅ પડયું છે, સરકાર ત્રણ સ્થળે જબરી પછડાટ ખાઇ ચૂકી છે, એ મામલો સુપ્રીમમાં પહોંચ્યો છે, રસપ્રદ જંગ શરૂ થયો છે. કલેકટરશ્રીના નિર્દેશ મુજબ તથા કનિદૈ લાકિઅ સુત્રોના કહેવા અકિલા મુજબ, શહેરના જાણીતા અને વિખ્યાત ધારાશાસ્ત્રી શ્રી મોહનભાઇ સાયાણીના પુત્ર ડો. કિશોરભાઇ સાયાણી કે જેઓ પીડીયુ કોલેજના કનિદૈ લાકિઅ રીટાયર્ડ પ્રોફેસર રહી ચૂકયા છે, તેમણે ર૦૦પમાં ધંટેશ્વર સર્વે નં. ૭૯ માં હરરાજીમાં અકીલા યુએલસી ફાજલ જમીન ૬પ૦ ચો.મી. લીધી હતી. આ પછી શ્રી કનિદૈ લાકિઅ કિશોરભાઇ રૂડામાં આ જમીનના પ્લાન પાસ માટે રૂડામાં ગયા તો ત્યારે જે તે વખતના તત્કાલીન સીઇઓએ પ્લાન ના મંજૂર કર્યો હતો અને જમીન ગ્રીન ઝોનમાં કનિદૈ લાકિઅ આવતી હોવાનું જણાવી દીધું હતું. પરીણામે, શ્રી કિશોરભાઇ સાયાણીએ જે તે સમયે રાજકોટ કલેકટર તંત્રને અરજી આપી પોતે હરરાજીમાં લીધેલ જમીન કનિદૈ લાકિઅ ગ્રીન ઝોનમાં આવતી હોય, તેના બદલે અન્યત્ર જગ્યા ફાળવવા માંગણી કરી હતી, પરંતુ કલેકટર તંત્રે અન્યત્ર જગ્યા ફાળવાય પણ જંત્રી ફેરના પૈસા ભરવા કનિદૈ લાકિઅ પડશે તેવું જણાવતા મામલો ગુંચવાયો હતો. આના પરિણામે શ્રી સાયાણી રાજકોટ જીલ્લા ગ્રાહક તકરારમાં દોડી ગયા હતા અને દાદ માંગી હતી, જેમાં તેમનો કનિદૈ લાકિઅ વિજય થયો હતો, પરીણામે સરકાર ગુજરાત કન્ઝયુમર ફોરમમાં ગઇ હતી તો ત્યાં પણ સરકારને પછડાટ મળી હતી, અને અન્યત્ર જમીન ફાળવવી તેવો ચૂકાદો આપ્યો હતો. આ સામે રાજકોટ કલેકટર તંત્ર નેશનલ કન્ઝયુમર ફોરમમાં ગયા હતા, તો ત્યાં પણ ડો. કિશોરભાઇ સાયાણી જીતી ગયા હતા, નેશનલ ફોરમે નોંધ્યું હતું કે, આમાં અરજદારનો વાંક નથી, જમીન અન્યત્ર ફાળવી દયો, કલેકટર તંત્ર દ્વારા એવી દલીલ થઇ હતી કે, આમાં રૂડાનો વાંક છે, અને અન્યત્ર જમીન આપીએ તો સરકારને જંત્રીની ભાવ સંદર્ભે નુકશાન જાય તેમ છે. આ બધો મામલો-દલીલો ચાલતી હતી ત્યાં રૂડાએ એવું ફેરવી નોંધ્યું હતું કે, હવે આ જમીન ગ્રીનઝોનમાં નહીં પરંતુ રહેણાંક ઝોનમાં આવે છે. બીજી બાજૂ સરકાર-કલેકટર તંત્ર નેશનલ ફોરમમાં હારી જતા, કલેકટર આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં દોડી ગયા છે, તાજેતરમાં જ સરકાર વતી ધારાશાસ્ત્રી શ્રી હેમતિંકા વહીએ સુપ્રીમમાં રિવ્યુ પીટીશન દાખલ કરી છે, આખો મામલો સુપ્રીમમાં પહોંચતા, જબરી ઉતેજના જાગી છે. દરમિયાન મળતી વિગતો મુજબ રાજકોટ કલેકટરશ્રી દ્વારા અરજદાર ડો. કિશોરભાઇ સાયાણીને અવેજીમાં અન્યત્ર જમીન આપી શકાય કે કેમ તે અંગે ખાસ માર્ગદર્શન માંગ્યું હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે.

(9:32 am IST)
  • અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેલિફોર્નિયામાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે, જેના કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે અને 17 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો લાપતા છે. મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. access_time 6:16 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 7:37 pm IST

  • બિહારમાં નિતીશના કાફલા ઉપર હુમલો : સંખ્યાબંધ સુરક્ષા જવાનો ઘવાયા : સમીક્ષા યાત્રા દરમિયાન પથ્થરો ફેંકાયા : નીતિશકુમાર હેમખેમ access_time 4:13 pm IST