Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ભીખાભાઇ વસોયાની પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિતે વડીલો અને માતાઓને હાથલાકડીનું વિતરણ

રાજકોટ વોર્ડ નં.૧૧ ભાજપના પ્રમુખ સંજય પીપળીયાની યાદીમાં જણાવ્યા મુજબ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સ્વ. ભીખાભાઇ વસોયાની પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિતે વિધાનસભા-૭૧ ના ઇન્ચાર્જ રાજુભાઇ બોરીચા, જયભાઇ સાગઠીયા તથા વૈભવભાઇ બોરીચા, જયદીપ વસોયા દ્વારા ૧૦૦ થી વધુ વૃદ્ધો અને માતાઓને હાથલાકડીનું વિતરણ કરવામાં આવેલ. આ તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીના વરદ્ હસ્તે અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વીન મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી તેમજ વોર્ડના ભાજપ અગ્રણીઓ પ્રવિણભાઇ પાઘડાર, સંજય પીપળીયા, સંજય બોરીચા, હરસુખભાઇ માંકડીયા, મુકેશ પંડીત, આયદાનભાઇ બોરીચા, સાધાભાઇ બોરીચા, પ્રીતેશ ભુવા, ધર્મેશ સોલંકી, જીતુ ધામેલીયા, ગોવિંદભાઇ  વીરડીયા, હીતેશ મુંગરા, વૈશાલીબેન સોરઠીયા, રેખાબેન માણાવદરીયા, ભાનુબેન રામાણી, મનીષ ચાવડા, રાજુભાઇ ખુમાણ, જયદીપભાઇ વસોયા, વીપુલભાઇ સાવલીયા, વિજયભાઇ બોરીચા, રાજેશભાઇ રાઠોડ, જોષીઅદા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રવિણ પાઘડાર અને સંજય પીપળીયાએ જહેમત ઉઠાવી હતી. વોર્ડના ભાઇઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:44 pm IST)