Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

પડવલાના કારખાનામાં થયેલ ૧૦.૫૦ લાખની ચોરીમાં આદિવાસી ગેંગ હોવાની શંકા

રાજકોટ તા. ૧૧ : શાપર-વેરાવળના પડવલાના ગામની સીમમાં કારખાનામાં થયેલ ૧૦.૫૦ લાખની રોકડ રકમની ચોરીના બનાવમાં આદિવાસી ગેંગની સંડોવણી હોવાની શંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી વિગતો મુજબ પડવલા ગામની સીમમાં અવધ ઇન્ડસ્ટ્રીઝમાં જેડી મેટલ નામના કારખાનામાં તસ્કોરએ પ્રવેશી ઓફિસના ટેબલના ખાનાનો લોક તોડી ૧૦.૫૦ લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હતા. આ અંગે કારખાનેદાર જેન્તીભાઇ સખીયા રે. રાજકોટએ અજાણ્યા ઇસમો સામે શાપર - વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

દરમિયાન બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયેલ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા શાપર - વેરાવળના પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલે બાજુમાં આવેલ કારખાનાના સીસીટીવી ફૂટેજ ચકાસતા આદિવાસી ેવા દેખાતા પાંચેક શખ્સો નજરે પડયા હતા. આ શખ્સોએ માથે ફાળીયુ બાંધ્યું હતું અને પેન્ટના પાઇસાવાળી નાંખતા ચડ્ડી પહેરેલ હોવાનું તથા ગંજી પહેર્યું હતું.

જોકે, આ પાંચેય શખ્સોને ચહેરા સ્પષ્ટ નજરે પડતા ન હતા. આ ટોળકી આદિવાસી હોવાની શંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:03 pm IST)