Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ક્રાઇમ બ્રાંચે કોઠારીયા સોલવન્ટ પાસે ઓરડીમાંથી યોગેશને ૧.૭૫ લાખના વિદેશી દારૂ સાથે પકડ્યો

દિવાળીના તહેવારમાં નાના-મોટા બૂટલેગરો દ્વારા દેશી-વિદેશીની રેલમછેલ...

પીએસઆઇ એસ.વી. સાખરા અને ટીમ ઉમેશભાઇ, ભગીરથસિંહ અને હિરેનભાઇની બાતમી પરથી આ કામગીરી કરી હતી.

રાજકોટ તા. ૧૧: દિવાળીના તહેવાર ઉપર દારૂના દરોડાનો દોર યથાવત રખાયો છે. ક્રાઇમ બ્રાંચે કોઠારીયા સોલવન્ટ પીજીવીસીએલના પાવર હાઉસ પાસેની ઓરડીમાં દરોડો પાડી રૂ. ૧,૭૫,૯૯૮નો અલગ-અલગ બ્રાન્ડનો દારૂનો જથ્થો કબ્જે કરી એક શખ્સને પકડી લીધો છે.

ડીસીબીની ટીમે બાતમી પરથી કોઠારીયા સોલવન્ટ પાવર હાઉસ પાસે યશ એન્ટરપ્રાઇઝ નામના કારખાના પાસે આવેલી ઓરડીમાં દરોડો પાડતાં અંદરથી એક શખ્સ મળ્યો હતો. પુછતાછમાં પોતાનું નામ યોગેશ ઉર્ફ કાળુ લાલજીભાઇ તુંગરીયા (ઉ.વ.૩૦-રહે. કોઠારીયા સોલવન્ટ દિનદયાલ નગર ત્રણ માળીયા કવાર્ટર બ્લોક નં. ૧૪/૧૬૫) જણાવ્યું હતું. ઓરડીમાં દારૂનો જથ્થો પડ્યો હોઇ આ શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરાઇ હતી.

પોલીસને રૂમમાંથી સિગ્નેચરની ૩૬ બોટલ, બ્લેન્ડર્સ પ્રાઇડની ૮૪ બોટલ, મેક કવીન્ટોશની ૧૨ બોટલ, સિગ્નેચરની બબ્બે લિટરની ૨૪ બોટલ, રોયલ ચેલેન્જની બબબે લિટરની ૧૨ બોટલ, રોકફોર્ડના ૨૬ ચપલા, મેજીક મૂમેન્ટના ૪૮ ચપલા અને મેજીક મૂમેન્ટ ૯૦ એમએલના ૫૫ ચપલા કબ્જે કર્યા હતાં.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શનમાં પીએસઆઇ એસ. વી. સાખરા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, હિરેનભાઇ સોલંકી, સંજયભાઇ ચાવડા, મહેશભાઇ મંઢ, દિપકભાઇ ડાંગર, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, કિરીટસિંહ ઝાલા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે ઉમેશભાઇ, ભગીરથસિંહ અને હિરેનભાઇની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. પકડાયેલો શખ્સ ડ્રાઇવીંગ કરે છે. તે જથ્થો વેંચે એ પહેલા પોલીસ પહોંચી ગઇ હતી.

હદપાર રોહિત ઉર્ફ રામજી સોલંકી પીધેલો પકડાયો

હાલ જલારામ સોસાયટી-૪ મવડી ચોકડીએ રહેતો રોહિત ઉર્ફ રામજી ઉર્ફ બાડો ઉર્ફ રૂદ્ર પ્રકાશભાઇ સોલંકી (ઉ.વ.૨૬) રાજકોટ શહેર, ગ્રામ્ય, મોરબી, જામનગર, સુરેન્દ્રનગરમાંથી હદપાર હોવા છતાં નવલનગર-૩ના છેડે દારૂ પીધેલો મળતાં માલવીયાનગરના મહેશભાઇ ચાવડા, વાય.એમ. જાડેજા, રોહિત કછોટ સહિતે પકડી લીધો હતો.

(12:43 pm IST)