Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કોરોનાથી બચવા અને સંક્રમિત થયા પછી શું કરવું? કાળજી અને સાવચેતી મુખ્ય પરિબળ

રાજકોટ : રાજકોટ સૌરાષ્ટ્રમાં જાણીતા ક્રીટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. તેજસ કરમટાએ કોરોનાની સ્થિતિમાં લોકોને ઉપયોગી મહત્વનું માર્ગદર્શન આપ્યુ છે.

કોરોનાથી બચવા શું કરવું?

જાગૃત તથા સ્વસંભાળનાં ભાગરૂપે ઘરની બહાર નીકળતા ની સાથે ફેસ માસ્ક પહેરીનજ નીકળવું. કામકાજની જગ્યાએ કર્મચારી/મીત્રો સાથે સામાજીક અંતર રાખીને વ્યવહાર કરવો. સેનેટાઈઝર અથવા સાબુથી વારંવાર હાથ સાફ કરવા. માર્ચ મહીનામાં પ્રથમ લોકડાઉનમાં નાગરીકોએ જેટલી અનુશાસનનું પાલન કર્યું હતુ તે અત્યારે સપ્ટેમ્બર મહીનો આવતા આવતા તે અનુશાસન નું સાવ 'પાણી ઢોળ'' થઈ ગયુ હોય તેવું લાગે છે અને 'મને તો ના થાય'' અથવા તો 'જેવા પડશે તેવા દેખાશે'' ન માનસિકતા આવી ગઈ હોય તેવું લાગે છે. તે આપણા પોતાના માટે, કુટુંબ માટે તથા સમાજ માટે ખુબ જ ભયાનક સાબીત થઈ રહી છે.સામાજીક, રાજનેતીક મેળાવડા, સુખ-દુઃખના પ્રસંગો તથા તેમા કોઈપણ પ્રસંગો જેમાં પ્રેકટીકલી સોશીયલ ડીસ્ટન્સ નથી જળવાતુ તેમાંથી રોગ ફેલાય છે અને કેસની સંખ્યા વધે છે.

જયારે કોઈ એક નાગરીક કે વ્યકતીને ચેપ લાગે છે ત્યારે તેને ત્રણ થી પાંચ દિવસે ખબર પડે છે અને તે સમય દરમીયાન તે ચેપ તેમનાં કુટુંબીજનો, સહકર્મીઓમાં ફેલાઈ ગયો હોય છે. તો બને ત્યાં સુધી ઉપરોકત પ્રથમ ત્રણ નિયમોનું પાલન કરવાથી તમે તમારી જાતને તથા નજીકના કુટુંબીજનો તથા સ્નેહીઓને ચેપથી બચાવી શકો છો.

કોરોના કાળમાં બને ત્યાં સુધી મુસાફરી ટાળવી. અનુભવ એવું કહે છે કે મુસાફરોને કયાંક ને કયાંક થી ઝપેટમાં લઈ લે છે તથા એક શહેરમાંથી બીજા શહેરમાં ફેલાય છે. પબ્લીક ટ્રાન્સપોર્ટ ટાળવું તથા અંગત વાહનોમાં પણ બને ત્યાં સુધી મુસાફરી ટાળવી, જો ફરજીયાત કરવી પડે તો બારીના કાચ ર સે.મી. સુધી ખુલ્લા રાખવા.  ઉપરોકત સાત મુદ્દાાનું ધ્યાન જો નાગરીકો દ્વારા રાખવામાં આવે તો લગભગ ૮૦% સુધી બીમારીને રોકી શકાય છે. આ વર્ષ આવી રીતે જીવી જવાનું છે અત્યારે માનવના સંયમની કસોટી થાય છે તથા તેનાથી બધાએ બહાર થવાનું છે. ઉપરોકત બાબતોમાં કયાંક ને કયાંક જાણતા ને અજાણતા ચુક થાય છે ત્યારે આપણે સંક્રમીત (ચેપ લાગવો) થઈએ છીએ.

સંક્રમીત થયા પછી શં કરવુ?

૧. જયારે જયારે કોઈપણ નાગરીકને સંક્રમીત થયાની શંકા ઉપજે એટલે કે શરદી/ઉધરસ/ગળામાં બળતરા/નબળાઈ/ઝાળા/પેટમાં દુખાવો આ બધા ચિન્હોમાંથી એકાદ અથવા બે ચિન્હો જોવા મળે અને કોઈ સંક્રમીતના નજીકના કોન્ટેકટમાં આવ્યા હોય તો 'ડર - ભય - ખોટી માન્યતા કે ભ્રમ રાખ્યા વગર નજીકના એમ.ડી./એમ.બી.બી.એસ. ડોકટરને બતાવવું તથા તેમની સલાહ પ્રમાણે તથા નિયમોનું પાલન કરવું.

આ રોગની ખાસીયત એ છે કે જેટલો વહેલો નિદાન થાય તેટલી સારવાર વહેલી ચાલુ થાય તથા શરીરને ઓછું નુકશાન કરે. જેટલું નિદાન સારવાર મોડી થાય તેટલું નુકશાન વધારે કરે તથા ખર્ચા પણ વધારે થાય તથા તબીયત પણ વધારે જોખમાય.

૨. આ રોગની ઘાતકતા ૪૦ વર્ષ કરતા મોટી ઉમરના નાગરીકો તથા ડાયબીટીસ/ઓબેસીટી/બી.પી./દમ/જુનો ટીબી/કેન્સરના રોગ તથા અન્ય કોઈપણ રોગથી પીડીત નાગરીકોમાં વધારે જોવા મળે છે. તે મોટી ઉમરના વડીલો એ બને ત્યા સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ છે.

- જયારથી ચેપ લાગ્યો હોય તેને દિવસ ૧ ગણવામાં આવે તો તેમના ૧૨માં દિવસથી ૧૪માં દિવસ સુધીમાં વાયરસની ઘાતકતા ઘટી જતી હોય છે તથા તે ચેપી રહેતો નથી. ૧૨ થી ૧૪ દિવસ સુધીં વાયરસ ચેપી હોય છે.

આરટીપીસીઆર ના રીપોર્ટ ઘણી વખત ૨૧ દિવસ સુધી કે મહીના સુધી પોઝીટીવ આવતા હોય છે પરંતું ૧૪ દિવસ પછી તેની ઘાતકતા રહેતી નથી તથા ચિંતાની જરૂર નથી.

દર્દી જો ઘરમાં અલાયદા રૂમ - એટેચ બાથરૂમ તથા જાજરૂની વ્યવસ્થા ન હોય તો સરકાર દ્વારા સમરસ હોસ્ટેલના કવોરન્ટાઈન સેન્ટર અથવા તો પ્રાઈવેટ હોસ્પિટલની કવોરન્ટાઈન સર્વિસનો લાભ લઈ શકાય છે.

માંદગી દરમીયાન સંપુર્ણ આરામ કરવો, હળવો ખોરાક લેવો તથા પથારીમાં ઉધા સુવુ. ૨૪ કલાકમાંથી ઓછામાં ઓછુ ૮ થી ૧૦ કલાક ઉંધા સુવાથી ફેફસામાં ઓકસીજનનું પ્રમાણ તથા વહન માં ફાયદો થાય છે.

અને અંતમાં આ રોગથી બીવાની કે ગભરાવાની જગ્યાએ સાવચેતી તથા રોગથી બચવાના નિયમોના પાલનની જરૂર છે.

સાવચેતી તથા નિયમોનું પાલનથી આપણે રોગથી સંક્રમીત થતા બચી શકીએ છીએ.

ચેપી રોગની સારવાર માટે જો અલગ જ હોસ્પીટલો ઉભી થાય તે સર્વોતમ ઉપાય હોય, રાજકોટની પ્રથમ ત્રણ હોસ્પીટલોએ તેચેલેન્જ લીધી તથા કોવિડ-૧૯ હોસ્પીટલો જ અલગ ઉભી કરી નાખી. તેમાં ગોકુલ હોસ્પીટલ, સીનર્જી હોસ્પીટલ તથા ગિરીરાજ હોસ્પીટલનો સિંહ ફાળો રહયો. રાજકોટમાં આજની તારીખે આશરે ૧ ૮ કોવિડ-૧૯ હોસ્પીટલો કાર્યરત છે તથા તેમાં આશરે ૬૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

'ચાલો એક અભિયાન ચલાવીએ, મારી સોસાયટી - મારૂ કોવિડ કેર સેન્ટર - મારૂ કોવિડ કેર કલીનીક....' એક સોસાયટી ઓક કોવિડ કેર સેન્ટર અને એક કલીનીકનું નિર્માણ કરીએ. કોવિડ સામેની લડાઈને જન

આંદોલનમાં પરિવર્તીત કરીએ.

ડો. તેજસ કરમટા

ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ, ગોકુલ હોસ્પિટલ, રાજકોટ

(3:59 pm IST)