Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

છલકતા આજીડેમ પર સામાન્ય પ્રજાજનોને જ્યાં જવાની મનાઇ છે ત્યાં આ લોકો કેવી રીતે પહોંચ્યા?

સિકયુરીટીની નજર ચુકવી કે પછી 'મીઠી નજર' કામ કરી ગઇ?

આજીડેમ છેલ્લા કેટલાક દિવસથી ઓવરફલો થઇ રહ્યો છે. તકેદારીના ભાગ રૂપે તંત્રએ ડેમની ઉપરની સાઇડ કે જ્યાં સામાન્ય દિવસોમાં લોકો જતાં હોય છે ત્યાં જવા પર પ્રતિબંધ ફરમાવી દઇ મુખ્ય દરવાજાને તાળા મારી દીધા છે. આમ છતાં આજે સવારે પોણા આઠ આસપાસ એક યુવક અને એક યુવતિ (તસ્વીરમાં દેખાય છે એ જગ્યાએ)  પ્રતિબંધીત જગ્યાએ પહોંચી ગયા હતાં!...આ તસ્વીર જાગૃત નાગરિક હિરેન પાનસુરીયાએ મોકલી હતી. તેના કહેવા મુજબ મેલડી માતાજીના મંદિર પાસે પમ્પીંગ વિભાગ છે ત્યાંથી ડેમ ઉપર જઇ શકાય છે. ત્યાં પણ સિકયુરીટી ગાર્ડ હોય છે. આ બંને તેની નજર ચુકવીને પહોંચ્યા કે પછી મીઠી નજર હેઠળ?! તે સવાલ છે.

(1:06 pm IST)