Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

રાષ્‍ટ્રીય તરણ સ્‍પર્ધામાં રાજકોટની બાંસુરીનો સુંદર દેખાવઃ આશીર્વાદ સ્‍કુલ દ્વારા સન્‍માન

રાજકોટ : શ્રી આશીર્વાદ સ્‍કુલમાં ધો. ૧૧ માં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીની મકવાણા બાંસુરીએ ઇન્‍દોર ખાતે યોજાયેલ પાંચમી ઓલ ઇન્‍ડીયા ફિન સ્‍વિમિંગ ફેડરેશન કપમાં એટલે કે રાષ્‍ટ્રીય કક્ષાની તરણ સ્‍પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરી કુલ અલગ અલગ ૮ ઇવેન્‍ટમાંથી ૬ ગોલ્‍ડ અને ૧ સીલ્‍વર અને ૧ બ્રોન્‍ઝ મેડલ મેળવી ગુજરાત, રાજકોટ તેમજ શાળાનું નામ રોશન કરેલ છે. આ માટે શાળા દ્વારા તેમનાં પ્રોત્‍સાહન માટે સન્‍માન કાર્યક્રમ યોજેલ. જેમાં ટ્રસ્‍ટી વિરેન્‍દ્રભાઇ પટેલ દ્વારા પ્રોત્‍સાહીત કરી સંસ્‍થા દ્વારા ગીફટ અર્પણ કરી અભિનંદન આપ્‍યા હતાં. મકવાણા બાંસુરીનું ઓલમ્‍પીકમાં પણ સીલેકશન થઇ ગયેલ છે. જેમાં સારી સફળતા મળે તે માટે શાળા પરીવાર દ્વારા શુભેચ્‍છા પાઠવેલ છે.

(5:08 pm IST)